________________
( ૩ ) પ્રશંસા કરી ત્યારે કેટલાક અદેખા બ્રાહ્મણોએ ટીકા કરી કે“એ સાધુઓએ અમારાં પુસ્તકમાંથી જ જ્ઞાનપ્રાપ્તિ કરેલી છે.” આ વાત બરાબર હતી કે નહિ? એ સવાલ મહારાજાએ હેમચંદ્રને પૂ. હેમચંદ્ર જવાબ આપ્યો કે “જે વ્યાકરણ મહાવીરે પિતાની બાળવયમાં ઈદ્ર પાસે ખુલાસાવાર સમજાવ્યું હતું તે અમે જાણીએ છીએ.” અસૂયાવાળા બ્રાહ્મણેએ વળતી ટકેર કરી કે એ તે જુના જમાનાની પુરાણી વાર્તા છે અને જે તાકાત હેય તે પિતાના ધર્મના અર્વાચીન વૈયાકરણીયનું નામ હેમચંદ્ર લઈ બતાવે. તે વખતે હેમચંદ્ર જણાવ્યું કે મહારાજા સહાય કરે તે ચેડા દિવસમાં પિતે વ્યાકરણ બનાવી આપવા તૈયાર છે. મહારાજાએ સહાય કરવાની વાતને સ્વીકાર કર્યો અને વિદ્વાનેને રજા આપી. વિજયપ્રવેશ–મહોત્સવના પ્રસંગો પૂરા થઈ ગયા પછી વ્યાકરણ સંબંધી હકીકતની જયસિંહને યાદ આપવામાં આવી એટલે તેણે પિતાનાં વચન પ્રમાણે જુદે જુદે સ્થળેથી ઉપલબ્ધ વ્યાકરણની અનેક પ્રતે મંગાવી લીધી અને જુદી જુદી પદ્ધતિ સમજનાર વિદ્વાનોને બોલાવવામાં આવ્યા. ત્યારપછી હેમચંદ્ર એક વર્ષમાં સિદ્ધહેમચંદ્ર તૈયાર કરી નાખ્યું. એના પાંચ વિભાગ કરવામાં આવ્યા અને બત્રીશ અક્ષરનો એક લેક એવા સવાલાખ લોકોને (અનુષ્કુપ બે લીંટીમાં લખાય છે તેથી એવધ પંક્તિવાળે ) ગ્રંથ તૈયાર થઈ ગયે. જ્યારે ગ્રંથ પરિપૂર્ણ તૈયાર થયે ત્યારે હાથીના હેદાપર મૂકીને તે ગ્રંથને રાજદરબારમાં લાવવામાં આવ્યું, તેને યોગ્ય સન્માન આપવામાં આવ્યું અને ગ્રંથને રાજભંડારમાં મૂકવામાં આવ્યે. ત્યારપછીથી બીજાં સર્વ વ્યાકરણે બાજુએ કરી દેવામાં આવ્યા અને સર્વત્ર સિદ્ધહેમચંદ્રને અભ્યાસ થવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com