________________
( ૩૭ ) જયસિંહે પ્રવરપુર જઈને એ સર્વ પુસ્તકે ત્યાંથી લઈ આવવા પિતાના મેટા અધિકારી અમલદારોને મોકલી આપ્યા. આ માણસે સરસ્વતી દેવીના મંદિરે ગયા અને પિતાને શી વસ્તુની શા માટે આવશ્યક્તા હતી તે જણાવ્યું. તેમની
સ્તુતિથી પ્રસન્ન થઈને દેવી તેમની પાસે હાજર થયાં અને રાજી થઈને પિતાના ખાસ કૃપાપાત્ર થયેલા હેમચંદ્રને સદર સર્વ પુસ્તક આપવા પિતાના પુસ્તકાધિકારી (લાઈબ્રેરીઅન )ને હુકમ કર્યો. એ વિદ્વાનેને સાથ પુસ્તકો લઈને અણહિલવાડ આવ્યું. રાજાના જે એલચી પુસ્તકે લેવા ગયા હતા તેમણે સર્વ હકીકત રાજાધિરાજને જણાવી અને રવીને હેમચંદ્રને માટે કેટલે ઉચા અભિપ્રાય હતે તે હકીક્ત પણ તેમની પાસે રજુ કરી. રાજાધિરાજે પોતાના રાજ્યમાં આવી વિશિષ્ટ વ્યકિત કહેવા માટે પિતાના રાજ્યને નસીબદાર માન્યું. હેમચંદ્ર આવેલાં પુસ્તક વાંચી જેમાં અને પિતે આઠ અધ્યાય અને બત્રીશ પાદપૂર્વક પિતાનું વ્યાકરણ રચ્યું અને રાજાના માનમાં તે વ્યાકરણને “સિદ્ધહેમચંદ્ર” નામ આપ્યું.
હેમચંદે બનાવેલું અને સિદ્ધરાજને અર્પણ કરાયેલું.” તે વખતના રિવાજ પ્રમાણે પુસ્તકના પાંચ વિભાગો કરવામાં આવ્યા : સૂત્રે, ઊણાદિ સૂત્રથી બનતા શબ્દનું પત્રક, મૂળ ધાતુઓને કેશ, જાતિ (પુ. સ્ત્રી. ન.) સંબંધી નિયમ અને વિસ્તૃત ચાલુ ટીકા. હેમચંદ્ર એના ઉપર બે કેને વધારે કર્યો-નામમાળા અને અનેકાર્થ કેશ. એ પુસ્તક રાજ્યસંમત બનેલ છે એમ ઠરાવવા માટે ગ્રંથકર્તાએ એને છેડે એક પ્રશસ્તિ લખી અને તેમાં મૂળરાજથી માંડીને જયસિંહ સુધીના ચાલુકય વંશના રાજાઓના માનમાં પાંત્રીશ શ્લોકો લખ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com