________________
( ૩પ ) સિદ્ધરાજના દરબારમાં દાખલ થયા તેની હકીકત ભૂલાઈ જવા આવી હોય અને તેને બદલે ઉપર પ્રમાણે વાત બનાવટ કરીને ઠસાવી દેવામાં આવી હોય તે પણ બનવાજોગ છે. પરિચયનું કારણ કદાચ જયસિંહની અનેક ધર્મોના તનું રહસ્ય શોધીસમજવાની ઈચ્છામાં હોઈ શકે. ઉદયનની સત્તા જયસિંહના દરબારમાં ઘણી હતી અને તેણે કદાચ હેમચંદ્રને રાજસભામાં દાખલ થવામાં સહાય કરી હોય એ પણ બનવાજોગ છે. આગળ જતાં એ પણ જોવામાં આવશે કે ઉદયનના છોકરાઓના પણું હેમચંદ્ર સાથે ઘણે ગાઢ સંબંધ હતે. એમ હોય તે જે ઉદયને બાળ ચાંગદેવને પિતાના રક્ષણમાં લીધું હતું તેની સાથે તેને સંબંધ ઘણું વધારે હોય એ તદ્દન બનવાજોગ છે. હેમચંદ્રને જયસિંહ સાથે પૂર્વકાળને સંબંધ કદાચ બહુ ગાઢ નહેતે કારણ કે અમે અગાઉ જણાવ્યું છે કે આ સંબં ધમાં પ્રાચીન આધારભૂત મૂળગ્રંથને એ સંબંધમાં બહુ કહેવાનું જણાતું નથી અને જિનમંડને જે વાતે લખી છે તે બહુ વિશ્વાસપાત્ર લાગતી નથી.૩૦
બીજી બાજુએ જોઈએ તે રાજાની સવારીને પ્રસંગે આશીર્વાદ આપવાને કારણે હેમચંદ્ર ઘણું સારે પગપેસારો કર્યો હોય તેમ જણાય છે. શરૂઆતમાં તે રાજદરબારના પંડિત થયા અને પછી રાજ્યના ઈતિહાસકાર થયા. રાજપંડિત તરીકે તેને વ્યાકરણ બનાવવાનું કાર્ય જયસિંહ સેપ્યું. આવા પ્રકારનું પગલું ભરવાને
સિંહ કેવી પરિસ્થિતિમાં ઉઘુક્ત થયે તેની વિગત પ્રભાવકચરિત્રકાર નીચે પ્રમાણે આપે ૩૧છે –
રાજધાનીમાં વિજયપ્રવેશ થયા પછી થોડા દિવસે ઉજજચનમાંથી જે પુસ્તકે (પોથીઓ) લુંટ તરીકે લઈ આવવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com