________________
( ૩૬ ) આવ્યા હતા તે જયસિંહને અને રાજદરબારના પંડિતેને બતાવવામાં આવ્યા. એ પોથીઓમાં એક વ્યાકરણ હતું તેણે રાજાધિરાજનું ધ્યાન ખેંચ્યું. એ પુસ્તકસંબંધી વધારે હકીકત જાણવાની જયસિંહને જિજ્ઞાસા થતાં એ શું છે? એમ તેણે સવાલ કર્યો. જવાબમાં તેને જણાવવામાં આવ્યું કે શબ્દોના નિરૂક્ત-મૂળ વ્યુત્પત્તિનું એ પુસ્તક હતું અને તે ઉજજયનના રાજા ભોજે બનાવેલું હતું. એ રાજાએ સાહિત્યના અનેક ક્ષેત્રમાં ખૂબ પ્રયાસ કર્યો હતો અને વાડમયના અનેક પ્રદેશ એણે જાતે ખેડ્યા હતા–એ બાબતની પ્રશંસા કરવામાં આવી. આ પ્રશંસા સાંભળીને જયસિંહને ઈર્ષ્યા જાગૃત થઇ અને પિતાના રાજ્યભંડારમાં આવા અનેક વિષચેના ગ્રંથ પિતાના
જ રાજ્યમાં લખાયેલાં હોવા જોઈએ તેવું ન હોવાને કારણે એણે દિલગીરી દાખવી. એ વખતે હાજર રહેલા સર્વેએ હેમચંદ્ર તરફ નજર કરી અને તેમ કરીને એમ બતાવ્યું કે તેઓના મતે હેમચંદ્રમાં ગુજરાતના ભેજ થવાની ગ્યતા હતી. રાજાધિરાજ એમના મતને મળતા થયા અને એક નવીન વ્યાકરાણુની રચના કરવાની હેમચંદ્ર પાસે માગણું કરી; કારણ કે જે વ્યાકરણે તે વખતે ઉપલબ્ધ હતાં તેથી તેઓની સર્વ ગરજ સરતી નહતી કારણ કે કાં તે તે ઘણું ટુંકા હતા, અથવા ઘણા મુશ્કેલ હતા અથવા બહુ જ પુરાતન હતા. રાજાધિરાજની આ માગણ પૂર્ણ કરવાની સંમતિ હેમચંદ્ર બતાવી પણ એને માટે જરૂરી સાધને પૂરાં પાડવામાં રાજ્યની સહાય માંગી અને તેને અંગે આઠ જુનાં વ્યાકરણે કાશ્મીરમાં આવેલા સરસ્વતી દેવીના મંદિરમાં જ માત્ર સર્વાગ સંપૂર્ણ લભ્ય હતાં ત્યાંથી તે મંગાવી આપવાની વાત રજુ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com