________________
( ૩૮ ) દરેક પાદને છેડે એક એક શ્લેક મૂક અને આખા ગ્રંથને છેડે ચાર લેક મૂક્યા. એ પુસ્તક તૈયાર થઇ પૂરું થયું એટલે એને રાજસભામાં વાંચવામાં આવ્યું, અને એની સ્વચ્છતા અને સ્પષ્ટતાને લઈને વિદ્વાનવ એને આધારભૂત ગ્રંથ તરીકે સ્વીકાર કર્યો. મહારાજાએ ત્યારપછી ત્રણસેં લહીચાઓને હુકમ કરીને અણહીલવાડ તેડાવી મંગાવ્યા અને ત્રણ વર્ષમાં સદર વ્યાકરણની ત્રણ સે પ્રત તૈયાર કરવા ફરમાવ્યું. પિતાના રાજ્યમાં વસતા જુદા જુદા ધર્માધ્યક્ષેને એક એક પ્રત ભેટ તરીકે મોકલવામાં આવી અને બીજી પ્રતેને હિંદુસ્તાનના બીજા ભાગમાં મોકલવામાં આવી. કેટલીક પ્રતે હિંદુસ્તાનની બહાર, કેટલીક ઈરાન (પર્શીઆ), કેટલીક સિંહલદ્વીપ ( સિલેન) અને કેટલીક નેપાળ દેશમાં પણ મેકલવામાં આવી. એની વીશ પ્રતેને કાશમીર મોકલવામાં આવી. દેવી સરસ્વતીએ પિતાના મંદિરના પુસ્તક ભંડાર માટે તેનો સ્વીકાર કર્યો. એ ગ્રંથના અભ્યાસને વિશેષ ઉત્તેજન આપવા માટે કાયસ્થ કકલ નામના એક અતિ વિદ્વાન વયાકરણયને અણહીલવાડમાં તેને અભ્યાસ કરાવવા હુકમ કરવામાં આવે. દરેક માસની જ્ઞાનપંચમીને દિવસે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવતી. એ પરીક્ષામાં જે પસાર થાય તેને મહારાજા તરફથી શાલ, સેનાનું ઘરેણું, સુખડની ખુરશી અથવા છત્રી ભેટ તરીકે આપવામાં આવતાં.
આ સંબંધને મેરૂતુંગને અહેવાલ જેને અક્ષરશઃ ઉતારે જિનમંડને (કુ. ચરિત્રમાં) કરેલો છે તે તદ્દન જુદા જ પ્રકાર છે. પ્રબંધચિંતામણિકાર (મેરૂતુંગ) કહે છે કેજ્યારે વિજય પછી નગરપ્રવેશને પ્રસંગે કરેલ કાવ્યની રાજાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com