________________
( ૪૦ ) લાગ્યું. આ બનાવથી હરીફ બ્રાહ્મણે છેડાઈ ગયા અને તેઓમાંના એકે મહારાજાને ખાનગીમાં જણાવ્યું કે આખા વ્યાકરણ ગ્રંથમાં થવું જોઈએ તે પ્રમાણે ચાલુક્ય વંશની પ્રશંસાનો એક લેક સરખે પણ છે નહિ. હેમચંદ્રને આ હકીકતની બાતમી મળી ગઈ અને આ શરતચૂકથી મહારાજા નારાજ થયા છે એમ પણ તેમના જાણવામાં આવી ગયું. તેણે આ બાબતમાં તુરત નિર્ણય કરી નાખ્યો. નિર્ણય કરવા સાથે જ ચૌલુક્ય રાજાઓની પ્રશંસાના બત્રીશ કલેક તૈયાર કરી નાખ્યા અને બીજે દિવસે સવારે રાજમહેલમાં વ્યાકરણનું વાચન ચાલતું હતું તે વખતે સદર લોકેનું પણ વાચન કરવામાં આવ્યું. રાજાને એથી ઘણે સંતેષ થયે અને વ્યાકરણને વધારે પ્રચાર થાય તેવાં પગલાં મહારાજાએ લીધાં.
પ્રાથમિક નજરે સમજાય તેવી એ ઉઘા વાત છે કે ઉપરનાં બને વૃત્તાંતે એની દરેક બારીક વિગતેને અંગે સંપૂર્ણતયા સ્વીકારને દાવ ન કરી શકે, છતાં પણ હેમચંદ્રનું એ આખું વ્યાકરણ અખંડ જળવાઈ રહ્યું છે અને એ સંબંધી ઉલ્લેખ કરનાર બીજા ગ્રંથો પણ જાણવામાં આવ્યાં છે, તે ઉપરથી દંતકથામાં રજુ કરેલી હકીકતેની બારીકાઈથી તપાસ કરવાનું શકય છે. અને એટલું તે કહી શકાય તેમ છે કે ઉપર જે કહેવામાં આવ્યું છે અને ખાસ કરીને પ્રભાવક ચરિત્રમાં જે હકીકત આપવામાં આવી છે તે તદ્દન સત્ય છે. એ ગ્રંથને સમય, એને વિસ્તાર એની ગોઠવણ, વ્યાકરણ તરીકે તેની પદ્ધતિ અને તે ગ્રંથરચના કયા સંયોગને લઈને થઈ તે સંબંધી ઉલ્લેખ શરૂઆતમાં જ કરવું જોઈએ. એ સત્ય વાત છે કે સિદ્ધહેમચંદ્રના આઠ અધ્યાય છે અને બત્રીશ પાદ છે અને દરેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com