________________
( ૩૩) તેને આધાર શંકાસ્પદ લાગે છે. આ પ્રમાણે હકીકત હવા છતાં માળવાના વિજય પહેલાં હેમચંદ્રને સિદ્ધરાજની રાજસભામાં પ્રવેશ મળ્યો હતો એમ માનવાનાં કારણે છે અને તે વાત તેથી સંભવિત પણ ગણું શકાય. માળવાનું યુદ્ધ કયારે થયું તેની સ્પષ્ટ તારીખ કઈપણ મૂળ લેખકે ચક્કસપણે જણાવી નથી. આ યુદ્ધ વિક્રમ સં. ૧૧૯૨ ની સાલ પછી થયેલ હોવું જોઈએ, કારણ કે માળવાના રાજા યશોવર્મા જેને એ યુદ્ધમાં કેદ કરવામાં આવ્યું હતું અને જેના ઉપર જયસિહે વિજય મેળવ્યું હતું. તેણે તે વર્ષના માઘ માસમાં જમીનનું દાન કર્યું હતું અને તેથી તે દાન કરતી વખતે રાજ્યગાદીપર હતું. આ સંગ્રામ ઘણેભાગે ઉપરની તારીખ પછી થોડા વખતમાં જ થયેલ હોવાનો સંભવ છે, કારણ કે જયસિંહ પોતે વિક્રમ સંવત ૧૧૯ માં ગુજરી ગયો છે અને હેમચંદ્રના દ્વયાશ્રયકાવ્યમાં એ રાજાનું જે ચરિત્ર આપવામાં આવ્યું છે તે પરથી જણાય છે કે માળવેથી પાછા ફર્યા પછી એણે કેટલાંક વર્ષ રાજ્ય કર્યું હતું. માળવાના વિજય પછી નગરપ્રવેશ-મહત્સવ વખતે જ જે હેમચંદ્રને જયસિંહ સાથે પ્રથમ જ પરિચય થયો હોય તે તેની સાલ વિક્રમ સંવત ૧૧૯૪ પહેલાં ન હોઈ શકે અને તેથી સિદ્ધરાજની રાજસભામાં એમની અસર પાંચ વર્ષ ચાલી હાઈ શકે, પણ હેમચંદ્રની સત્તા અને અસર એથી ઘણું વધારે વર્ષો સુધી ચાલી હતી એ તે મેરૂતુંગનાં મૂળગ્રંથ ઉપરથી પણ જણાય છે. મેરૂતુંગ શ્વેતાંબર દેવસૂરિ અને દિગંબર કુમુદચંદ્ર વરચે જયસિંહની હાજરીમાં થયેલી ચર્ચાને અહેવાલ આપે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com