________________
( ૩ ). નગરપ્રવેશ પ્રસંગે રચવામાં આવ્યું હતું અને ત્યારપછી તેને વ્યાકરણમાં દાખલ કરવામાં આવ્યું હતું તેમ આપણે સ્વીકારીએ તે જ સર્વ વાત બંધબેસતી થાય છે અને સારે અર્થ આપે છે. બજારમાં રાજા સાથે મળવાની હકીકત સંબંધમાં ચક્કસ થવું શક્ય નથી. આ હકીકત જાતે જ સાહસિકપ્રાયોગિક છે એમ લાગે છે. હિંદુસ્તાનના રાજવી જે કવિતામાં આટલો સુંદર રસ લેતે હોય તે આવા માણસના દેખાવથી આકર્ષાઈ તેની સાથે વાતચીત કરે અને તેની લાક્ષણિક પ્રશંસાથી વિદ્વાન માણસે અને કવિઓની સભામાં તેને આવવા માટે નિમંત્રણ આપે એ હકીકત અશક્ય નથી એ તે ખરી વાત છે; પણ છતાં જે જૈન સાધુની સાથે રાજાને પૂર્વ પરિચય નહોતે. તેનામાં અદ્દભુત કાવ્યચાતુર્ય હશે એમ પ્રથમથી ધારી લેવાનું સિદ્ધરાજને કેમ બન્યું હશે? તે સમજવું મુશ્કેલ છે. વળી એક વહેમપડતી વાત એ પણ છે કે એ પ્રસંગે હેમચદે જે કવિતા બનાવી એમ કહેવામાં આવે છે તેનાં બે જુદાં જુદાં રૂપકે કેમ થઈ ગયા હશે તેને ખુલાસે મળતું નથી અને એ બન્ને રૂપકેમાંનું એક પણ હેમચંદ્રની પિતાની
સ્વતંત્ર કૃતિમાં દેખાવ તું નથી એ વાત પણ વિચારવા રોગ્ય છે. છેવટે એ પણ હકીકત ધ્યાન ખેંચનારી છે કે પ્રભાવકચરિત્ર પ્રમાણે પ્રથમ મેળાપ અને દ્વિતીય મેળાપ વચ્ચેના સમયમાં હેમચંદ્ર અને રાજા સાથે કોઈપણ સંબંધ
વ્યવહાર ચાલુ રહ્યો હોય તેને કશે ઉલેખ નથી. આ સંબંધમાં જિનમંડન કેટલાક પ્રસંગે વર્ણવે છે, પણ બીજી કૃતિઓ પ્રમાણે એ સર્વ પ્રસંગે ત્યારપછીના પ્રસગે બનેલા જણાય છે. આ સંસ્થામાં પ્રથમ જે વાત લખવામાં આવી છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com