________________
( 23 )
એ (દેવચંદ્ર) પૂર્ણચંદ્ર ગચ્છના હતા અને યશેાભદ્રના પરિવારમાં અથવા પરંપરામાં હતા. એ યશાભદ્ર તે વટપદ્રના રાણા અને એણે દત્તસૂરિના ઉપદેશથી જૈન દીક્ષા લીધી હતી. એ ચÀાભદ્રના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિ હતા જે અનેક કૃતિઓના કર્તા હતા. તેના શિષ્ય ગુણુસેન હતા જે દેવચંદ્રના ગુરૂ હતા. તે વળી વિશેષમાં જણાવે છે કે દેવચંદ્રે ઠાણાંગસૂત્ર ઉપર ટીકા રચી છે અને તેણે શાંતિનાથ ચરિત્ર બનાવ્યુ છે. પછવાડેની
<
"
આ સર્વાં હકીકતા સાચી છે એમ સહેલાઇથી સાખીત થઈ શકે તેમ છે અને તદ્ન મનવાજોગ જણાય છે; કારણ કે દેવસૂરિ પેાતાના · શાંતિનાથ ચરિત્ર ” માં જણાવે છે કે હેમચદ્રના ગુરૂ દેવચંદ્રે એ જ નામના પ્રાકૃત ભાષામાં મહાન્ ગ્રંથ બનાવેલા છે તેના પેાતે સ ંસ્કૃતમાં તરજુમા કરે છે. વળી એમ પણ જણાય છે કે રાજશેખરે દેવચંદ્રની ગુરૂપરપરાના અહેવાલ આપ્યા છે તેમાં કાઇ કોઈ જગ્યાએ સ્ખલના થયેલી છે. અલબત્ત, જિનમંડન ( કુમારપાળ ચરિત્ર ) તદ્ન તેને મળતી જ વાત લખે છે. તેઓ જણાવે છે કેાટિકગચ્છ વશાખા ચદ્રગચ્છના દત્તસૂરિએ યશાભદ્ર નામના રાણાને ઉપદેશ આપી દીક્ષા આપી. તેની શિષ્યપરપરા પણ તે જ પ્રમાણે આવે છે. પ્રદ્યુમ્નસૂરિ, ગુણુસેન, દેવચંદ્ર. પણ પ્રભાવકચરિત્રકાર દેવચંદ્રને પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય કહે છે ( જુએ નેટ ૧૩ શ્લોક ૧૪) અને 'હૅમચદ્ર પાતે • મહાવીર ચરિત્ર ” માં કહે છે કે તે વાશાખાના છે અને મુનિચંદ્રના પરિવારના છે.૨૦ અત્યારસુધી જણાયેલી હેમચંદ્રની કઇપણ કૃતિમાં તે પોતાના ગુરૂતરીકે દેવચંદ્રનું નામ લખતા નથી; જો કે ગુરૂનું નામ લખવાના એને અનેક પ્રસ ંગા પ્રાપ્ત થયા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com