________________
( ૨૪ ) લગભગ એમ અનુમાન થાય છે કે એના ગુરૂ સાથે એને આગળ જતાં પૂરતે મેળ રહ્યો નહિ હોય. આ સંબંધમાં આપણે એક વાતનો ઉલ્લેખ કરી શકીએ તેમ છીએ, અને તે એ છે કે મેરૂતુંગ એક બનાવ પિતાના ગ્રંથમાં નેધે છે તે પ્રમાણે દેવચંદ્ર પિતાના શિષ્ય હેમચંદ્રને સેનું બનાવવાની વિદ્યા શીખવવાની ના પાડી. કારણ એવું આપ્યું કહેવાય છે કે જે માણસે સાદા-સહેલા શાસ્ત્રીય વિષયને ઘણુ મંદ રીતે પચાવ્યા છે તે એવી અઘરી કળા શીખવાને લાયક ન જ ગણાય અને શક્તિવાન પણ ન જ ગણાય. આ મુશ્કે. લીઓને ગમે તે નીકાલ હોય, પણ એક વાત ચોક્કસ છે કે દેવચંદ્ર ખરેખર વિદ્વાન મનુષ્ય હતા અને તેનામાં હેમચંદ્ર જેવા શિષ્યને અભ્યાસ કરાવવાની સંપૂર્ણ આવડત અને શક્તિ હતાં.
સોમચંદ્રના આ ઉમેદવારી (અભ્યાસ) ના સમયના છેલ્લા વર્ષોમાં એક મોટા વિહાર (મુસાફરી) ની અથવા તે વિહારની પેજના સંબંધમાં પ્રભાવકચરિત્રકાર એક ઉલ્લેખ કરે છે. એ મુસાફરીને અંગે આ નાના સાધુની ઈચ્છા બ્રાહીદેવી (ચરસ્વતી)ને સાધવાની હતી અને તે દ્વારા પિતાના કઈ પણ હરીફ પર વિજય મેળવવાની શક્તિ પ્રાપ્ત કરવાની હતી. પિતાના ગુરૂની રજા લઈને સેમચંદ્ર બીજા શાસ્ત્રવિશારદ સાધુની સાથે બ્રાહીના સ્થાને તામલિપ્તિ જવા સારૂ વિહાર કર્યો. તે માત્ર નેમિનાથની ભૂમિ રૈવતાવતાર (ગિરનાર) સુધી પહોંચ્યા અને ત્યાં એમણે એમનું ધ્યાન આદર્યું. આ જાપ ચાહતે હતો ત્યારે દેવી સરસ્વતી એમને પ્રત્યક્ષ થયા અને તેમને જણાવ્યું કે-તે પિતાના સ્થાન પર રહેવાથી તેની ઈચ્છા પ્રાપ્ત કરી શકો. આટલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com