________________
( ૨૬ )
એમ સૂચવન કરે છે કે આ પ્રસંગે દેવચંદ્ર ઘણા વૃદ્ધ થઈ ગયા હતા અને ત્યારપછી એણે એવા ભીષ્મ પ્રત્યે આદય કે જે સાચા પ્રમાણિક જેનને નિર્વાણમાં લઈ જાય છે. મેરૂતુંગની ઉપર જણાવેલી હકીકત સિવાય ત્યારપછીના સમયમાં તેના (દેવચંદ્ર) સંબંધી કઈ પણ ઉલ્લેખ કઈપણ પ્રબંધમાં આવતું નથી. પ્રભાવકચરિત્ર વધારામાં એમ પણ જણાવે છે કે જ્યારે હેમચંદ્રને આચાર્યપદવીનું દાન કરવામાં આવ્યું તે વખતે તેની માતા પાહિણીએ ચારિત્ર લીધું એટલે કે એ જૈન સાધ્વીઓના વર્ગમાં દાખલ થઈ. મેરૂતુંગના એક ઉલ્લેખ પ્રમાણે પાહિ ત્યારપછી ઘણું વર્ષ જીવી અને લગભગ વિક્રમ સંવત ૧૨૧૧ માં કાળધર્મને પ્રાપ્ત થઈ. (મરણ પામી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com