________________
( ૨૫ ) 'ઉપરથી તેમણે (સેમચંદ્ર) આગળ કરેલી વિહારની જના પડતી મૂકી અને ગુરૂ તરફ પાછા ફર્યા. જો કે હિંદુસ્તાનમાં સરસ્વતી મંત્ર ઉપર વિજય મેળવી અને તે માટે તેને પ્રયોગ કરે, જેથી વાણું ઉપર કાબુ આવી જાય એ વાત કોઈ અસાધારણ નથી અને જે કે હેમચંદ્ર પોતે પિતાના “અલંકારચૂડામણિ” માં આવા પ્રયોગ ઉપર પોતાની શ્રદ્ધા સ્પષ્ટ રીતે બતાવે છે. છતાં આપણે એ વાતને કિંવદન્તી તરીકે જ ગણવી ઘટે. ગ્રંથકર્તાને ભૂગોળ સંબંધી વિચિત્ર ખ્યાલ તે એ જ વાતને પુષ્ટિ આપે છે. જ્યારે બ્રાદી દેશ એટલે કે કાશ્મીર જવા માટે સોમચંદ્ર બંગાળમાં આવેલ તામલિપ્તિ અથવા તમલખને માર્ગે જવાના હતા એમ તે કહે છે ત્યારે તે બ્રાહ્મીશ અને બ્રહ્મદેશ (બર્મા) વચ્ચે માટે ગેટા કરી દે છે. પિતાના એ વિહાર દરમ્યાન હેમચંદ્ર કાઠિયાવાડમાં આવેલ રેવતાવતાર એટલે કે જુનાગઢ પ્રથમ આવ્યા તે હકીકત પણ તદ્દન વિચિત્ર છે. આ વિચિત્રતા આગળ જતાં જિનમંડને જોઈ જણાય છે અને તેથી હકીકતમાં ફેરફાર કરીને હકીકતને ઠીકઠાક કરવાને પ્રયત્ન કર્યો છે. (જુઓ નેટ ૨૨)
| સર્વ મૂળ ગ્રંથો પ્રમાણે સેમચંદ્રની આ ઉમેદવારીને (અભ્યાસ)ને અંત આચાર્ય તરીકે તેમને સ્થાપન કરવાથી આવ્યું. આચાય એટલે પવિત્ર ધર્મશાસ્ત્ર ગ્રંથને સ્વતંત્ર ઉપદેશક અથવા દર્શક. આ હકીકત વિક્રમ સંવત ૧૧૬૬માં બની. આ પ્રસંગે જૈન સાધુઓને એ સંબધી જે રિવાજ ચાલતું હતું તે પ્રમાણે તેણે પોતાનું નામ બદલાયું અને ત્યારપછી તેનું નામ હેમચંદ્ર તરીકે પ્રસિદ્ધ થયું. પ્રભાવકચરિત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com