________________
( ૧૧ ) થઈ જાય છે. પ્રબંધોએ જે હકીકત અને ચિત્ર પોતાના નાયકના વર્ણવ્યાં છે તેને અંગે હેમચંદ્રનું પિતાનું વકતવ્ય તેના વ્યકિતત્વને અંગે અને તેના સમયને અંગે, સર્વથી વધારે અર્થસૂચક સ્વાભાવિક રીતે જ ગણાય. એ વકતવ્ય મુખ્યત્વે કરીને તેમની નીચેની કૃતિઓમાંથી ઉપલબ્ધ થાય છે.
૧ દ્વયાશ્રય મહાકાવ્ય સંસ્કૃત જેમાં ગુજરાતના ચૌલુકય રાજાઓના વંશના ઈતિહાસને હુકે ઈત્તેખાબ મૂળરાજથી માંડીને કુમારપાળ સુધીને આપવામાં આવ્યે છે. (નોટ ૨૮)
૨ પ્રાકૃત કલ્યાશ્રય મહાકાવ્ય અથવા કુમારપાળ ચરિયું. પિતાના આશ્રયદાતા કુમારપાળની પ્રશંસા માટે લખાયેલી કૃતિ (નેટ ૮૮)
૩ પિતાના પ્રથમ આશ્રયદાતા જયસિંહ સિદ્ધરાજ અને તેના પૂર્વજોના માનમાં આલેખાયેલી તેમની વ્યાકરણની કૃતિની પ્રશસ્તિ (નેટ ૩૩)
૪ “મહાવીર ચરિત્ર” “જે ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર” ને એક વિભાગ છે (નેટ ૬૬)
આ ઉપરાંત તેમની પોતાની અનેક કૃતિઓમાં છૂટીછવાઈ ઘણું ઘણી વિગતે મળી આવે છે. આ આધારભૂત હકીકતેની પ્રાપ્તિ ન થઇ હતી તે હેમચંદ્રના જીવનવૃત્ત સંબંધની શેાધએળે અત્યંત શંકાસ્પદ પરિણામ લઈ આવે તેમ હતું. એ હકીકતેની સહાયથી હેમચંદ્રના જીવનચરિત્રની રૂપરેખા દેરી શકાય તેવું તે છે, છતાં એમાં અનેકવિધ આંતરે–અપૂર્ણતાઓ તે જરૂર રહે છે અને હજુ સુધી તેની પુરવણી થઈ શકે તેમ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com