________________
હેમચંદ્રનું બાલ્ય
સર્વ વૃત્તાંતે પ્રમાણે હેમચંદ્રની જન્મભૂમિ ધંધુકા હતી. એ શહેર અગાઉના વખતમાં ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવતું હતું. અત્યારે પણ એ શહેરની છેડી મહત્તા તે છે. એ અમદાવાદ કલેકટરના હાથ નીચે છે. ગુજરાતની મુખ્યભૂમિ અને ગુજરાતના દ્વીપકલ્પની સરહદ ઉપર એ આવેલું છે. વિક્રમની સાલ ૧૧૪૫ માં એને જન્મ એ શહેરમાં કાતિક શુદિ ૧૫ (પૂર્ણિમા) ને રેજ થયે હતે (એટલે કે ઈ. સ. ૧૦૮૮-૮૯ ના નવેંબર-ડીસેંબરમાં થયે હત).૧૦ એના માબાપ પાહિણી અને ચાચીગ વ્યાપારી જ્ઞાતિના (વાણીઆ) હતા અને એની પેટા જ્ઞાતિ એના અસલ ઉત્પત્તિના સ્થળ મઢેરામાંથી નામ પ્રાપ્ત કરનાર શ્રી મઢવાણીઆ હતી. એના માતાપિતા જૈન ધર્મના અનુયાયી હતા પાહિણું ખાસ કરીને અતિ ધર્મ શ્રદ્ધાળુ હતી અને એની ધાર્મિક ભાવનાને લઈને તેને પુત્ર, જેનું સાંસારિક નામ ચાંગદેવ કે ચંગદેવ હતું. તેને તેણે દેવચંદ્ર નામના સાધુને ધર્મ ભાવનાએ શિષ્ય તરીકે સે. એ વખતે એ ઘણું બાળવયમાં હતું. આ રીતે માતાએ પુત્રને સાધુના ધંધા માટે અર્પણ કર્યો. સતિના સંપ્રદાયમાં ચાંગદેવના પ્રવેશ સંબંધી હકીકતે જૂદા જુદા ગ્રંથોમાં વર્ણવવામાં આવી છે અને સર્વ બાબતેને ઓછે-વધતે અંશે અલંકારિક ભાષામાં વિભૂષિત કરવામાં આવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com