________________
( ૧૪ ) જુદા પડે છે અને નાનકડી સરખી પરિપૂર્ણ અદભૂત કથા -
વે છે. એમના કહેવા પ્રમાણે પાટણ અથવા અણહિલવાડથી મુસાફરી (વિહાર ) કરતાં દેવચંદ્ર ધંધુકા નગરે આવ્યા અને ઉપાશ્રયની નજીક આવેલા શ્રી મેઢ વ્યાપારીઓનાં દેરાસરમાં ત્યાંના તીર્થકરના ચિત્રને (પ્રતિમા સંભવે છે) નમન કરવા ગયા. ચાંગદેવ—જેની વય તે વખતે આઠ વર્ષની હતી તે પિતાના સમવયસ્ક બાળક સાથે રમત કરી રહ્યો હતે. તે ઉપાશ્રયમાં આવેલ પાટ (પાદપીઠ–વ્યાસપીઠ) ઉપર પડેલ દેવચંદ્રની ગાદી ઉપર બેસી ગયે. એને લઈને એણે સાધુનું ધ્યાન પિતા તરફ ખેંચ્યું. એના તરફ વધારે ધ્યાન આપીને તપાસતાં સાધુ (દેવચંદ્ર) ને માલમ પડયું કે એ બાળકમાં અતિવિશિષ્ટ ભવિષ્યનાં લક્ષણો દેખાતાં હતાં. એ બાળક પોતાનો શિષ્ય થાય તે ઘણું સારી વાત બને એવી ઈચ્છા તેઓશ્રીએ વ્યકત કરી. એમણે “જ્ઞાતિ”( સંઘ સંભવે છે) ને એકઠી કરી એટલે કે એમણે એ શહેરના અગ્રગણ્ય વ્યાપારીઓને એકઠા કર્યા અને તેમને સાથે લઈને પિતે ચાચીગને ઘેર ગયા. ચાચીગ તે વખતે હાજર નહોતો પણ તેની પત્ની પાહિણીએ તેમને (દેવચંદ્રને) અને તેની સાથે આવેલા બીજા સર્વને સારી રીતે સત્કાર કર્યો. દેવચંદ્ર જણાવ્યું કે જ્ઞાતિ તેના પુત્રની માંગણી કરવા માટે ત્યાં આવેલ હતી. પિતાને આવું અસાધારણ માન આપ્યું તેથી તેનું ગળું ભરાઈ આવ્યું અને આંખમાં હર્ષનાં પાણી આવી ગયાં, છતાં પણ પહેલવહેલાં તે પાહિણુએ માગણુને સ્વીકાર કરી શકવાની પિતાની અશકિત વ્યકત કરી; કારણ કે તેને પતિ મિથ્યાત્વ અભિપ્રાય હતે અને વળી વિશેષમાં તેણીએ જણાવ્યું કે તે વખતે તેને પતિ ગેરહાજર હતે. છેવટે તેણીના સગાંવહાલાંઓએ તેને ખૂબ સમજાવી અને તેઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com