________________
( ૧૭ ) તેના માબાપને જણાવવામાં આવી ત્યારે પ્રથમ તે તેઓ વિરૂદ્ધ થયાં, પણ છેવટે તેની ઈચ્છાને તેમણે સ્વીકાર કર્યો–સંમતિ દર્શાવી.૧૫
છેવટે કુમારપાળ ચરિત્રના કર્તા પ્રથમ જણાવેલા બે અહેવાલને અલંકારિક ભાષામાં મૂકે છે અને પિતાની પદ્ધતિ પ્રમાણે એ બનેને ભેળસેળ કરી વણ નાખે છે, પણ એમાં અરસ્પર વિરોધ થાય છે તેની તે જરાપણ દરકાર કરતા નથી. દાખલા તરીકે એ પોતાના ગ્રંથમાં ત્રણ વખત જણાવે છે કે-ચાંગદેવને જન્મ વિક્રમ સંવત ૧૧૪૫ માં થયો હતે, પણ એમની દીક્ષાની તારિખ પ્રભાવકચરિત્ર પ્રમાણે બે વખત આપે છે અને તેને અંગે સંવતનું વર્ષ ૧૧૫૦ જણાવે છે. એટલે કે ચાંગદેવની ઉમરનું પાંચમું વર્ષ કહે છે અને એક જગ્યાએ વિક્રમ સંવત ૧૧૫૪ જણાવે છે એટલે કે એની ઉમરનું નવમું વર્ષ જણાવે છે. આ છેલ્લી હકીકત મેરૂતુંગને અનુસરીને લખે છે. દીક્ષા લીધા પછી તેનું નામ સોમદેવ પાડવામાં આવે છે. તે લેખક ઉમેરે છે કે “કેટલાકના કહેવા પ્રમાણે”સેમચંદ્ર શબ્દ પણ વપરાય છે.૧૬
ખરી રીતે જોતાં કુમારપાળ ચરિત્રમાં જે હકીકત આપવામાં આવી છે તે જરાપણ વિચારણને ચગ્ય નથી. રાજશેખરને અહેવાલ પણ આધાર રાખવા લાયક નથી, કારણ કે હેમચંદ્રની દીક્ષા જૈન ધર્મના પવિત્ર સિદ્ધાંતને અનુસરીને જ બરાબર થઈ હતી એમ સાબીત કરવાની તેની ઈચ્છા તે પ્રકટ કરી દે છે. આ શાસ્ત્રશિક્ષણ પ્રમાણે જે માણસ અન્યના સદુપદેશથી અને પિતાની સ્વતંત્ર વિચારણાથી આ દુનિયાની અસ્થિરતા સમજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com