________________
( ૧૬ )
જણાવી દીધું અને કહ્યું કે પિતાના મીજબાનને પોતે પોતાના પુત્રની ભેટ કરશે. જરા વધારે સમજાવટ પછી તેને પ્રાપ્ત થયેલા હકકો ઉદયન દેવચંદ્રના લાભમાં સુપ્રત કરી આપે, એ બાબતમાં પણ ચાચીગે સંમતિ આપી અને છેવટે ચાંગદેવને દીક્ષા મહેત્સવ તેણે ઉજવ્યેક ૧૪
રાજશેખર (પ્રબંધકેશના કર્તા) ત્રીજે જ અહેવાલ રજુ કરતા આપણને માલુમ પડે છે. એ અહેવાલ પ્રબંધચિંતામણિ કે મેરૂતુંગ સાથે મળતું આવતું નથી. આ અહેવાલ પ્રમાણે દેવચંદ્ર પોતાના વિહાર દરમ્યાન વારંવાર ધંધુકા નગરે આવતા હતા અને ત્યાં ધર્મોપદેશ કરતા હતા. શ્રોતાઓની સભામાંથી એક દિવસ એક નેમિનાગ નામને શ્રાવક ઉભું થયું અને કહેવા લાગ્યો કે સાધુ મહારાજના ઊપદેશથી ઠાકર ચાચીગ અને પિતાની બહેન પાહિણીને પુત્ર ચાંગદેવ ધ પામે છે અને તે ચાંગદેવ પિતાને દીક્ષા આપવાની માગણી કરે છે. તેણે વધારે જણાવ્યું કે તે છોકરાની માએ એના જન્મ પહેલાં એક સ્વપ્ન જોયું હતું અને તેમાં તેણે એક આંબાનું ઝાડ જોયું હતું, તે ઝાડને તેની અસલ જગ્યાએથી ફેરવી બીજી જગ્યાએ વાવ્યાથી તેને બહુ સુંદર ફળ આવ્યાં હતાં એમ જોયું હતું. દેવચંદ્ર, ત્યારપછી જાહેર કર્યું કે જે માણસ અત્યારે દીક્ષા લેવાની માગણી કરી રહ્યો છે તે જે સાધુને માર્ગ સ્વીકારશે તે ઘણું મટી મહત્વની ચીજે કરશે, એનામાં નસીઅદાર પ્રતાપી પુનાં લક્ષણે છે અને દીક્ષા લેવાને તદ્દન રોગ્ય છે, પણ એ માગણી એના માબાપની સંમતિને -આધીન, હાવી. જોઈએ. ચાંગદેવની ઈરછા જ્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com