Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
O
C જ્ઞાનધારા
કુટુંબો મોટાં શહેરમાં વસતાં થયાં. શહેરોમાં જૈનોની વસતિ વધવાને કારણે ઉપાશ્રયો મોટા થતા ગયા અને શ્રોતાજનોની હાજરી ઉપાશ્રયમાં પ્રમાણમાં વધવા લાગી. આ સમય દરમિયાન વીજળીનાં સાધનો પણ દરેક જગ્યાએ મળતાં થયાં. વીજળી મળવાને કારણે લાઉડસ્પીકરનો ઉપયોગ શરૂ થયો.
(૩) પરિવર્તન એ વિકાસનું અગત્યનું અંગ છે, કાળના પ્રવાહ સાથે રીતરિવાજો તથા માન્યતાઓમાં પરિવર્તન અને ફેરફાર આવ્યાં કરે છે. વીજળીનાં અનેક સાધનો જેવા કે લાઉડસ્પીકર, પંખા, રેડિયો, સેલવાળી ઘડિયાળ, ટીવી, વીડિયો, કૅમેરા તથા મોબાઈલ વગેરે આવ્યાં અને તેનો ઉપયોગ શ્રાવક સમાજમાં થવા લાગ્યો. આ ઉપરાંત છેલ્લાં ૨૦થી ૨૫ વર્ષમાં ટેલિવિઝન અને મોબાઈલ વગેરેની શોધખોળથી પ્રમાણમાં ઘણા મોટા ફેરફાર થયા અને આ બધાં સાધનોનો જરૂર પ્રમાણે જૈન શ્રાવકો પોતાના ઘરમાં ઉપયોગ કરતા થયા.
(૪) આજથી લગભગ ૨૫-૩૦ વર્ષ પહેલાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પાટી/પેન તથા નોટબુકની મદદથી ભણતા હતા અને કૉલેજના વિદ્યાર્થી એક્સરસાઈઝ બુક, પેન-પેન્સિલની મદદથી ભણતા હતા. ભણવાનાં ઉપર મુજબનાં સાધનોમાં કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રિસિટીની જરૂર પડતી નહીં. સમજ જતા ભણવા માટે અનેક પ્રકારનાં ઇલેક્ટ્રિક સાધનો મળવા લાગ્યાં. તેમાં બૅટરીના પાવરથી ચાલતું કેલક્યુલેટર અને ઇલેક્ટ્રિક પાવરથી ચાલતું કૉમ્પ્યુટર તથા લૅપટૉપ. લૅપટૉપનો ઉપયોગ વિદ્યાર્થીઓ કૉલેજમાં ભણવા માટે કરતા થઈ ગયા. હાલના સમયમાં બચપણથી જ બાળકોને કૉમ્પ્યુટર દ્વારા ભણાવવાનું ચાલુ થઈ ચૂક્યું છે. ઘણીબધી શાળાઓમાં શાળાના શિક્ષકોને બદલે ઑડિયો વિઝ્યુઅલ કૅસેટ દ્વારા ભણાવવામાં આવે છે. હાલની જુવાન પેઢી ઈલેક્ટ્રિક સાધનો દ્વારા ભણીને તૈયાર થઈ રહેલ છે આ બધા વિદ્યાર્થીઓ વીજળીનાં સાધનોનો ઉપયોગ કરવા ઇચ્છે એ સ્વાભાવિક છે. શાળા તથા કૉલેજમાં ઇલેક્ટ્રિક સાધના દ્વારા ભણવા માટે સ્વૈચ્છિક પરિવર્તનો આવ્યાં એ હકીકત છે. વિદ્યાર્થીઓ અનેક જાતની માહિતી કૉમ્પ્યુટર તથા ઇન્ટનેટ મારફ્તે સહેલાઈથી મેળવી શકે છે. શાળા તથા કૉલેજનું આ પરિવર્તન ઇલેક્ટ્રિક સાધનો દ્વારા અપાતું શિક્ષણ સમાજે નિ:સંકોચ સ્વીકારેલ છે. વિકાસ માટે પરિવર્તન સ્વીકારવું જોઈએ તે હકીકત ઉપરના લખાણથી સારી રીતે સમજી શકાય છે.
૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org