Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
SOC જ્ઞાનધારા 02790 જોડાયેલો છે. આપણે સૌ અરસપરસ - એકબીજા સાથે સૂક્ષ્મ સ્વરૂપે લાગણીબંધનથી જોડાયેલા છીએ. સમાજની તક્લીફો, વ્યક્તિઓની તક્લીફો, દેશ-દુનિયાની તકલીફો - સમસ્યા – હાડમારી જોઈને આદરણીય સંતો દુઃખ-પીડાનો અહેસાસ કરે છે. કોઈ વાર ચિંતાતુર-ચિંતાગ્રસ્ત પણ બને તે સ્વાભાવિક છે.
વૈરાગ્યભાવ, દીક્ષાભાવ પ્રસંગે એકસાથે ઘરના કુટુંબીજનો, સગાંસંબંધીઓનો પરિત્યાગ કરતાં સંતોને પણ દિલમાંથી દરેક બંધનોનો ત્યાગ કરતાં થોડો સમય લાગે છે.
સંતોનું કઠિન આધ્યાત્મિક જીવન, આહાર-વિહારની ચુસ્તતા, બદલાયેલી ભૌગોલિક પરિસ્થિતિથી સહજ માનસિક તનાવ ઉદ્ભવી શકે તેવું પણ બને.
કોઈક વાર સંતોને અન્ય અણસમજુ વ્યક્તિ તરફથી કે સંચાલકો તરફથી સંઘર્ષ કે ઘર્ષણનો સામનો સમતાપૂર્વક કરવો પણ પડે ત્યારે પોતે ક્ષમાવંત હોવા છતાં અમુક અંશે તેમને માનસિક તનાવ રહેવાની શક્યતા રહે છે.
માનસિક તાણ માટેનાં જવાબદાર પરિબળો : (૧) ઉપાશ્રયમાં અણસમજુ વ્યકિત સાથે ઘર્ષણ. (૨) સાથે રહેતા અન્ય સંતો સાથે વૈચારિક અસંગતતા.
(૩) ખૂબ જ નજીકના કૌટુંબિક સંબંધીના શારીરિક, માનસિક પ્રશ્નો કે તકલીફો
(૪) શારીરિક રોગ. (૫) ઘોંઘાટયુક્ત જીવન. શારીરિક તથા માનસિક તકલીફોના ઉપાયો : (૧) સંતોના શરીરની નિયમિત તપાસ :
આપણા સંતોની કરણી અને કથની સરખી હોય છે. તેઓ ક્ષમાશીલ તથા સહનશીલતા ધરાવે છે. ઉચ્ચ કોટીનું અધ્યાત્મજીવન હોય છે. કોઈને પોતાની નાની કે મોટી તકલીફ કહેતા નથી અને સહન કરી લેતા હોય છે જેથી રોગનું નિદાન થઈ શકતું નથી. જો અમુક સમયે બોડી ચેક કરાવે તો બીમારીનું અગાઉથી નિદાન તથા સારવાર શક્ય બને અને બીમારી અગાઉથી રોકી પણ શકાય. Prevention is better than cure.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org