Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
SIનદ
10 ) C જ્ઞાનધા ચ OTO ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થમાંથી બનાવેલ ખોરાક, કોઈક વાર ઉકાળેલું પાણી પરંતુ ક્ષારનું પ્રમાણ, પ્રદુષિત પાણીનો ઉપયોગ પણ કરવો પડે, જે સ્વાથ્યને ક્રમશ: નુકસાન કરે છે.
આજનું વાતાવરણ - પર્યાવરણ ખૂબ જ પ્રમાણમાં પ્રદુષિત છે. હવામાં અનેક પ્રકારનાં દુષિત અને સ્વાથ્યને હાનિ પહોંચાડનાર ઝેરી કેમિકલ્સ ફેલાયેલાં હોય છે. આ ઉપરાંત અસહ્ય તાપ અથવા અસહ્ય ઠંડી, ઝડપથી વધતું જતું શહેરીકરણ, ઔદ્યોગીકરણ, ઘોંઘાટની તીવ્ર અસર સમાજની દરેક વ્યક્તિ માટે જોખમી છે. આધ્યાત્મિક જીવન જીવતાં સંત-સતીજીને આ અસરનો તેમ જ શારીરિક તકલીફોનો ભોગ બનવું પડે છે.
(૧) પાચનતંત્રને અસર કરતા રોગ : - સામાન્યતઃ સંતોની શારીરિક તકલીફો બહુ જ જૂજ પ્રમાણમાં જોવા મળે છે, પરંતુ જુદી જુદી જગ્યાએ ખોરાક બનાવવાની પદ્ધતિઓ અલગઅલગ હોય છે, જેથી એસીડિટી (Acidity), અને અલ્સર (Ulcer) - હોજરીમાં ચાંદાં અને અપચો (Indigestion) જેવી પાચનતંત્રને લગતી બીમારી થઈ શકે છે. ખોરાકને યોગ્ય તાપમાને જાળવવામાં ન આવે તો રોગકારક સૂક્ષ્મ બેકટેરિયા (Bacteria growth)ની વૃદ્ધિ પણ થઈ શકે જેથી ડાયેરિયા (Diarrhoea), એન્ટેરિટિસ (Enteritis), કોલાઈટીસ (Colitis) જેવું ઈન્ફફશન થઈ શકે છે.
(૨) કિડનીને લગતા રોગ : (Kidne Disease) :
અલગઅલગ ખોરાકનાં તત્ત્વો, જુદી જુદી જગ્યાએ બદલાતું પાણી તેમ જ વ્રત-ઉપવાસને લીધે પાણી પીવાની અનિયમિતતા કિડનીના રોગને આમંત્રણ આપે છે. આમાં રીનલ સ્ટોન (કિડનીની પથરી) તથા યુરીનરી ટ્રેક ઇન્ટેશન ઘણા વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે.
(૩) કાર્ડિયાક ડિસીઝ (Cardiac Disease) અને હાઈપર ટેન્શન High Blood Pressur) :
- પ્રદુષિત વાતાવરણ, બદલાયેલો ખોરક તેમ જ શહેરી જીવનની વિષમ પરિસ્થિતિઓ સંતોને હૃદયસંબંધી નાની-નાની તકલીફો ઊભી કરે છે. વધુપડતો ચરબીજન્ય ખોરાક, વધુપડતી ખાંડ (Suger)નો ખોરાકમાં ઉપયોગ તેમ જ વધુપડતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org