Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
OCC જ્ઞાનધારા CSS0 વ્યાકુળતા દૂર કરે છે. દરેક સૂર-ગાથા પર અનુપ્રેક્ષા કરીએ તો આત્મિક, સામાજિક, વૈશ્વિક, આર્થિક વગેરે અનેક સમસ્યા, વિટંબણા, મુશ્કેલીઓનું સચોટ સમાધાન મળી શકે છે.
જૈન ધર્મકથા :
જૈન ધર્મકથાઓનો પટ કોઈ ઘુઘવતા મહાસાગર સમો વિશાળ છે. આ ધર્મકથાનો ઉદ્દેશ, વિવિધ પ્રતિબોધ, પ્રેરણા અને હિત હિતશિક્ષા દેવાનો છે. પ્રત્યેક વ્યક્તિને આ કથાઓ વાંચવાથી ઘર્મ પ્રત્યે રસ-રુચિ, ઉત્સાહ, ઉમંગ, જિજ્ઞાસા વધે છે. આ કથાના માધ્યમથી બાળકોને, યુવાનોને ઉત્તમ સંસ્કારનું સિંચન થાય છે. મહાવીર ભગવાન, ગજસુકુમાર, શાલિભદ્ર, ઈલાચીકુમાર, મેઘકુમાર, પૂણિયા શ્રાવક વગેરેની કથાનો સારાંશ ઉત્તમ ચારિત્ર્ય ઘડતર ઘડે છે. બોધપાઠના માધ્યમથી કથા લાંબા સમય સુધી સ્મૃતિપટ પર જળવાય છે. કથાનો વારસો જાળવી રાખવા સહિયારો પુરુષાર્થ કરવો આવશ્યક છે.
ઈલાચીકુમાર તેમ જ મેઘકુમારની વાર્તા પ્રવચનમાં સાંભળવા મળે છે. આ વાર્તાનો સારાંશ આપણને ખૂબ જ સુંદર બોધ આપે છે.
જૈનશાળાઃ ધર્મ ઈમારતનો પાયો છે, ધર્મની કરોડરજ્જુ છે.
એક ક્ષણ માટે ચિંતન કરીએ, સુંદર ઉપાશ્રયો, ભવ્ય જિનાલયો હશે, પણ પરમાત્માની ભક્તિ કરનારાં બાળકો નહીં હોય તો કેવું લાગે? ભવ્યાતિભવ્ય ઉત્સવો, મહોત્સવો, ધર્મોત્સવો ઉજવીએ છીએ, પરંતુ હૃદયમાં જૈન ભાવનાઓની ગુંજ નહીં હોય તો કેવું લાગે ? પશ્ચિમની સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરવાથી ઊગતી પેઢીમાં જૈનત્વના મૂળ સંસ્કારો જ નહીં હોય તો કેવું લાગે ?
આ બધા પ્રશ્નોનો એક જ પ્રત્યુત્તર છે કે જૈન શાળામાં બાળકોને નૂતન પદ્ધતિથી જૈન ધર્મની વાતો કહી, નૂતન અભિગમથી તેમના રસ-રુચિ, ઉત્સાહઉમંગ-જિજ્ઞાસા વધુમાં વધુ કેમ પ્રાપ્ત થાય તે જરૂરી છે. આ સાંપ્રતકાળના પ્રવાહમાં માનવીને ઊર્ધ્વગામી બનાવનાર ધાર્મિક શિક્ષણ છે જે અતિમહત્વનો અને સર્જનાત્મક ભાગ ભજવે છે અને ધર્મના આચરણથી ઉન્નતિના શિખરે પહોંચી જાય છે.
ઘાર્મિક શિક્ષણ : (૧) બાળકોને જૈન ધર્મનું પ્રાથમિક જ્ઞાન, જૈન ધર્મનો ઇતિહાસ, જિનાગમની
* ૧૮૦ -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org