Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
> C જ્ઞાનધારા
OXO
તટસ્થ અર્થાત્ વીજભાર રહિત થઈ જાય છે, પરિણામે ગરમ કરવામાં આવેલ પાણી શારીરિક અને માનસિક વિકૃતિઓ પેદા કરી શકતું નથી.
ઉપસંહાર :
આ રીતે જોવા જઈએ તો વિજ્ઞાન અને અધ્યાત્મ બંને એક સિક્કાની જ બે બાજુ છે. છતાં એક વાત સ્પ્ત રીતે ખયાલમાં રાખવાની કે વિજ્ઞાનની દુનિયામાં કશું જ અંતિમ સત્ય નથી. જ્યારે અધ્યાત્મની દુનિયામાં અંતિમ સત્ય જ મુખ્ય વસ્તુ છે. વિજ્ઞાન ક્યારેય સંપૂર્ણ અને અંતિમ સત્ય પામી શકતું નથી. હા, એ અંતિમ અથવા તો સંપૂર્ણ સત્યની વધુ નજીકમાં નજીક જઈ શકે છે, પરંતુ અંતિમ સત્ય પામવા માટે વિજ્ઞાનનાં અત્યાધુનિક ઉપકરણો પણ બિનઉપયોગી અને બિનકાર્યક્ષમ પુરવાર થાય છે, કેમ કે ત્યાં આત્માના જ્ઞાનરૂપી ઉપકરણનો જ ઉપયોગ અનિવાર્ય બને છે અને આ જ્ઞાનરૂપી સાધન અધ્યાત્મમાર્ગ વિના ઉપલબ્ધ જ નથી. તેથી વિશ્વના ટોચના ભૌતિકશાસ્ત્રીઓ પણ વિશ્વના સકળ પદાર્થોના ગુણધર્મ અને બ્રહ્માંડની સંરચના તથા અન્ય પરિબળોનો ગણિત તથા વિજ્ઞાનની મદદથી તાણ પામવા પ્રયત્નો કરે છે અને એ પ્રયત્નોને અંતે પણ આ વિશ્વના સંચાલકબળની શક્તિનું રહસ્ય હાથ ન આવતાં, તેઓ ઈશ્વર કે કર્મ જેવી કોઈ અદશ્ય સત્તાનો સ્વીકાર કરે છે.
હજારો પાનાં ભરીને આ વિષયનું વર્ણન થઈ શકે એવું મહત્ત્વપૂર્ણ છે, પણ પેજની મર્યાદા સાચવીને અત્રે થોડાક વિષયોનો સારાંશ પ્રસ્તુત કરેલ છે.
Jain Education International
૨૧૯
For Personal & Private Use Only
www.jainelibrary.org