Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 253
________________ S૭CC જ્ઞાનધારા 0266 ગ પ્રત અને હે. જૈન જ્ઞાનમંદિર, પાટણની ઘ પ્રત. ક. ૪. સીમંધર જિન ચંદ્રાઉલા સ્તવન’: ચંદ્રાવળા બંધમાં રચાયેલી ૨૭ કડીની રચના છે. વિષય ક. ૩ની કૃતિને મળતો છે. સંપાદકને આની ચાર હસ્તપ્રતો પ્રાપ્ત થઈ છે. બે પ્રતો શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈની ક, ગ, પ્રત, એક લા. દ. ભા. સં. વિદ્યામંદિરની ખ પ્રત અને એક હે. જર્ન. જ્ઞાનમંદિર, પાટણની ઘ પ્રત. ઉપરાંત એક મુદ્રિત પાઠ પ્રાપ્ત છે. (૨). કે પ્રતનું લેખનવર્ષ સં. ૧૬૩૫ છે જે ઉપલબ્ધ પ્રતોમાં સૌથી જૂની છે. - ક. ૫ નેમિનાથ - રાજિમતી બારમાસ પ્રબંધ : દેશી, દુહા અને aોટક એ ત્રણ પ્રકારના પદબંધવાળી ૯૬ કડીની આ રચના છે. આ કૃતિની સાત પ્રતો પ્રાપ્ત થઈ છે. જેમાં ત્રણ પ્રતો લા. દ. ભા. સં. વિદ્યામંદિરની ક, ખ, ગ, એક પ્રત આત્મારામ જૈન જ્ઞાનમંદિર, વડોદરાની ઘ, પ્રત, એક પ્રત અગરચંદ નાહટાની મો. દ. દેશાઈએ ઉતારેલી ચ પ્રત. લીંબડી ભંડારની છે, પ્રત અને હે. જૈન. જ્ઞાનમંદિરની જ પ્રત. ક. ૬ “બાર ભાવના સજઝાય' : દેશીબંધ ઢાળ અને ત્રાટકના પદ્યબંધમાં ૩૯ કડીની, મોક્ષમાર્ગના સાધનરૂપ બાર ભાવનાઓને વર્ણવતી રચના છે .આ કૃતિની કેવળ એક જ પ્રત લા. દ. ભા. સં. વિદ્યામંદિરમાંથી પ્રાપ્ત થઈ છે. એને આધારે વાચના તૈયાર કરાઈ છે. પ્રત ૧૭મી સદીની હોવાનું અનુમાન છે. “જયવંતસૂરિની છ કાવ્યકૃતિઓ' પુસ્તકનું આ સંપાદન જયંતભાઈની સંપાદક - સંશોધક – વિવેચક - આસ્વાદક તરીકેના સામર્થ્યની પ્રતીતિ કરાવે છે. (૩) પ્રાચીન - મધ્યકાલની સાહિત્યસંગ્રહ: જયંતભાઈ એમના જીવનના અંતિમ તબક્કામાં જે મહત્ત્વનાં કૃતિ-સંપાદનનું કામ પૂરું કરી ગયા તે ગ્રંથ છે પ્રાચીન-મધ્યકાલીન સાહિત્યસંગ્રહ'. મોહનલાલ દલીચંદ દેસાઈ દ્વારા સંપાદિત કૃતિઓના સંશોધિત પુનઃસંપાદનનો લગભગ ૮૦૦ પાનાનો આ દળદાર ગ્રંથ છે. આ ગ્રંથસંપાદન પાછળની થોડીક પાર્વભૂમિકા જાણવી રસપ્રદ થશે. - મોહનભાઈએ ઈ. ૧૯૧૨થી ૧૯ સુધી “શ્રી જૈન છે. કૉન્ફરન્સ હેરલ્ડનું અને ઈ. ૧૯૨૫થી ૩૦ સુધી જૈનયુગ'નું તંત્રીપદ સંભાળેલું. એ બે સામયિકો * ૨પર છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284