Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 267
________________ C જ્ઞાનધારા KO ગુજરાતના હસ્તપ્રત ભંડારોમાં પ્રાચીન સમયથી પાટણ વિદ્વાનો અને સંશોધકો માટે એક તીર્થસ્થાનરૂપ બન્યું છે. અહીં ભંડારોની સંખ્યા ૨૦ જેટલી હતી, પરંતુ આ ભંડારો કાયમ માટે જળવાઈ રહે એ હેતુથી ૧૯૩૯માં ‘‘શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર” બનાવાયું, જ્યાં આશરે ૨૦ હજાર જેટલી હસ્તપ્રતો સંગ્રહાયેલી છે. 1 ‘‘શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર' સંગ્રહમાં તાડપત્ર પર ગુજરાતી ભાષામાં લખાયેલ શ્વેતાંબર જૈન સંપ્રદાયના ગ્રંથ 'નિશિથસૂર્ણિ’ની ઈ.સ. ૧૨મી સદીની સચિત્ર હસ્તપ્રત છે. એમાં એક પત્ર પર વર્તુળાકારમાં હાથીની સવારનું દૃશ્ય તથા માલાધારી સ્ત્રીઓનાં ચિત્રો છે, જે અપ્સરાઓ જણાય છે. અહીં ‘કલ્પસૂત્ર’ની સુવર્ણ અક્ષરોમાં લખાયેલ સચિત્ર પ્રત છે, જેના દરેક પત્ર પર અલગઅલગ ચિત્રો છે. એક પત્રમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય કુમારપાળને ઉપદેશ આપી રહેલા નજરે પડે છે. એમાં લક્ષ્મદિવીનું ચિત્ર પણ છે. પ્રથમ તીર્થંકર આદિશ્વર ભગવાનનું સુંદર ચિત્ર છે. આ પ્રતમાં જૈન સાધ્વીઓ અને શ્રાવિકાઓનાં ચિત્રા આલેખાયેલાં છે. આ પ્રત વિ.સં. ૧૫૦૪ (ઈ.સ. ૧૪૪૭-૧૪૪૮)માં લખાયેલી છે. આ જ સમયની બીજી કલ્પસૂત્રની હસ્તપ્રતમાં જૈન પરંપરામાં વત્તે-ઓછે અંશે પૂજાતાં બ્રહ્મશાંતિ ચક્ષ અને લક્ષ્મદિવીનાં આકર્ષક ચિત્રો છે. ‘ઋષભદેવચરિત’ની ૧૩મી સદીની હસ્તપ્રતમાં ઋષભદેવ અને જૈન યક્ષિણી ચક્રેશ્વરીનાં ચિત્રો અનેરું આકર્ષણ ઊભું કરે છે. ‘ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત’ની પ્રતના છેલ્લા ત્રણ પત્રો ઉપર હેમચંદ્રસૂરિ, રાજા કુમારપાળ અને શ્રાવિકા શ્રી દેવીનાં મનોરમ ચિત્રો આલેખાયાં છે. ‘“નારત્નસાગર”ની હસ્તપ્રત ૧૩મી સદીની છે, જેમાં પાર્શ્વનાથ અને શ્રાવક-શ્રાવિકાઓનાં સુંદર ચિત્રો દોરેલાં છે. કેન્વાસ પર ચીતરેલ ‘મહેન્દ્રસૂરિ સ્વાગતપટ્ટ’માં પ્રથમ ત્રિશલા માતાને આવેલાં ચૌદ સ્વપ્નોનું આલેખન છે. ત્યાર પછી ગામનું દશ્ય, રાજાનો દરબાર, બજાર, તોપખાનું, હાથીખાનું વગેરેનું આબેહૂબ ચિત્રણ કરેલું છે. - અહીં જળવાયેલ એક હસ્તપ્રતમાંનાં ચાર ચિત્રોમાં – હેમચંદ્રાચાર્યને વ્યારણનો ગ્રંથ લખવા માટે વિનંતી કરતો રાજા સિદ્ધરાજ, વ્યાકરણ ગ્રંથને અંબાડી પર મૂકીને ફરતી યાત્રા, પાર્શ્વનાથનું મંદિર અને વ્યાકરણ ગ્રંથની નકલ મેળવવા આનંદપ્રભ ઉપાધ્યાયની વિનંતી કરતા કર્મણ મંત્રી વગેરે પ્રસંગોનાં આબેહૂબ ચિત્રો દોરેલાં છે. ૨૩૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284