Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 275
________________ જ્ઞાનધારા 0796 જૈનોને લઘુમતીની માન્યતા ભારત સરકારના રાજપત્ર ગેઝેટ ઓફ ઇન્ડિયામાં ૨૭-૧-૨૦૧૪, કેન્દ્ર સરકારના આદેશ અનુસાર ભારતમાં રહેતા જૈનધર્મીઓને ધાર્મિક લઘુમતી શ્રેણીમાં મૂક્યા છે. ભારતના બંધારણના ભાગ-૩ના ફંડામેંટલ રાઈટ્સ અંતર્ગત આર્ટિકલ ૨૯, ૩૦ અને ૩૧ અનુસાર ભારતના અલ્પસંખ્યકોને જે અધિકાર આપવામાં આવ્યા છે તે જૈન સમુદાયને પણ મળે છે જેની મુખ્ય બાબતો આ પ્રમાણે છે. • જૈન ધર્મની સ્વતંત્ર રૂપમાં કાયદેસર માન્યતા પ્રમાણે, બંધારણ પ્રમાણે જૈન સમુદાયનાં ધર્મ, ભાષા અને સંસ્કૃતિની કાયદેસર રક્ષા કરવામાં આવશે. જૈનોનાં ધાર્મિક સ્થળ, સંસ્થાઓ, મંદિરો, તીર્થક્ષેત્રો, ટ્રસ્ટો સરકારીકરણથી મુક્ત રહેશે. તીર્થસ્થળો, જૈન મંદિરો, શૈક્ષણિક સંસ્થાઓનો વહીવટ જૈન સમુદાયના હાથમાં જ રહેશે. ઉપાસના સ્થળ અધિનિયમ ૧૯૯૧ તથા દેવસ્થાન અધિનિયમનની પ્રમાણે સરકારી હસ્તક્ષેપમાંથી જૈન મંદિરોને મુક્તિ. • જૈન ટ્રસ્ટોની સંપત્તિ પર ભાડા નિયંત્રણ ધારો લાગુ નહિ પડે. • જૈન ધર્મ પોતાની પ્રાચીન (પુરાતત્ત્વ) સંપત્તિ અને ધર્મસ્થાનોનું રક્ષણ કરી શકશે, તે માટે સરકારી સહયોગ મળશે. જૈન સ્કૂલોમાં નૈતિક, ધાર્મિક અભ્યાસ કરાવવાની છૂટ. જૈનો દ્વારા ચલાવાતી શૈક્ષણિક સંસ્થામાં ૫૦% સીટ જૈન વિદ્યાર્થીઓ માટે અનામત રાખી શકાશે. ગરીબીની રેખા નીચે જીવતા પરિવારોને ધો. થી ૧૨ નિ:શુલ્ક શિક્ષણ વ્યવસ્થા. વ્યવસાય માટે ઓછા વ્યાજમાં લોન. • જૈન છાત્રોને કેન્દ્ર ને રાજ્ય દ્વારા સ્કોલરશિપ જૈનોને વોકેશનલ ટ્રેનિંગ સ્ટાઈફંડ મળશે. • જૈનોને માસ્ટર ડિગ્રી, Ph.D.વગેરે માટે વિદેશ અભ્યાસ માટે લોનના વ્યાજમાં સબસિડી. • સરકારી નોકરીની પરીક્ષા માટેનું નિઃશુલ્ક કોચિંગ મળશે. • સરકારી નોકરીની અનામતના કોઈ પણ લાભ લઘુમતીને મળતા નથી. લઘુમતીના કોઈ પણ લાભ લેવા માટે ટ્રસ્ટ-સંસ્થા કે વ્યક્તિએ નામ સાથે “જૈન” શબ્દ જોડવો હિતાવહ છે. - ૨૭૦ ૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284