Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
C જ્ઞાનધારા
દેવદ્રવ્યનું રોકાણ અને ઉપયોગ
હિંમતલાલ શાંતિલાલ ગાંધી
પૂર્વટ્રસ્ટી : શ્રી ગોડીજી જૈન દેરાસર, પાયધુની, મુંબઈ. પૂર્વમંત્રી : શ્રી મહાવીર જૈન વિદ્યાલય મંત્રી : શ્રી જૈન ઍસોસિયેશન ઑફ ઈંડિયા
શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન ધર્મના વહીવટમાં એક અતિસંવેદનીય મુદ્દો છે તેમ જ એ અંગે સર્વ સામાન્ય રીતે દ્વિધા પ્રવર્તે છે.
દેરાસરોમાં પ્રતિષ્ઠા, પ્રભુપૂજા, પ્રભુભક્તિ વગેરેના ચડાવાની સર્વ આવક દેવદ્રવ્ય ગણાય છે અને તેનો ઉપયોગ મહાત્માઓ તથા શાસ્ત્રકારોનાં મંતવ્યો અને નિયમો મુજબ ફક્ત જિનાલયોના જીર્ણોદ્ધાર માટે જ થઈ શકે. છતાં વર્તમાનમાં નૂતન જિનાલયોના નિર્માણમાં પણ કરવામાં આવે છે. ઉપયોગ બાબત શાસ્ત્રો કે મહાત્માઓનાં મંતવ્યો સ્વીકાર્ય માનીને વિવાદથી દૂર રહીએ.
અગાઉનાં વર્ષોમાં દેવદ્રવ્યનું રોકાણ મિલકતો અને મકાનોમાં થતું હતું, કરવામાં આવતું હતું તેમ જ બૉમ્બે પબ્લિક ટ્રસ્ટ ઍક્ટ મુજબ પણ એ માન્ય છે. આ અંગે પ.પૂ. ગીતાર્થજ્ઞાની ગુરુભગવંતો તથા ટ્રસ્ટીઓ પણ ગંભીરતાથી વિચારીને યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા આપે
તે પ્રાર્થના.
પ્રાપ્ત માહિતી મુજબ એકલા મહારાષ્ટ્રમાં દેરાસરોના દ્રવ્યના રૂપિયા પચ્ચીસ હજાર કરોડ કરતાં વધારે રકમ બેંકોમાં ફિક્સ ડિપોઝિટોમાં પડેલ છે, જેની વ્યાજની આવક થાય છે. બેંકો કતલખાનાં, માંસ નિર્યાત કરનારાઓને પણ લોનો આપે છે. જો આ રકમનું રોકાણ સાધર્મિક જરૂરિયાતમંદો માટે સસ્તા ભાડાની ચાલીઓ, રહેઠાણો બાંધવામાં કરવામાં આવે, જેમાં માલિકી ટ્રસ્ટો–દેરાસરોની જ રહે અને બેંક વ્યાજ જેટલી આવક પણ મેળવી શકાય. કિંમતના વધારાનો લાભ પણ દેરાસરોને મળે. આ જ રીતે શિક્ષણ સંસ્થાઓમાં પણ થઈ શકે અને સાત ક્ષેત્રમાંના સાધર્મિકો રા જૈન શાસનની ઉન્નતિ માટે થઈ શકે તેમ જ દેવવાણીનું પણ પાલન થઈ શકે. આ અંગે જ્ઞાની-ગીતાર્થ ગુરુભગવંતો પ્રેરણા અને માર્ગદર્શન આપે અને ટ્રસ્ટીઓ પણ યોગ્ય નિર્ણયો લઈને શાસન પ્રસાર અને ધર્મ પ્રભાવનાના કાર્ય કરીને જૈન શાસનની ઉન્નતિ અંગે પ્રભુવાણીને સાર્થક કરે.
શાસ્ત્રાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છા મિ દુક્કડમ.
Jain Education International
૨૬૯
For Personal & Private Use Only
www.jainelibrary.org