Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
>C જ્ઞાનધારા
રાગિણીઓ જેવાં સંગીતશાસ્ત્રનાં તથા આકાશચારી, પાદચારી અને ભૌમચારી જેવાં ભરતનાટ્યશાસ્ત્રનાં રૂપોનું ચિત્રાંકન કરેલું છે.
અમદાવાદના ડહેલાના ઉપાશ્રયમાં ‘શ્રીપાલરાસ’ની હસ્તપ્રત (ઇ.સ. ૧૮૨૧૧૮૨૨)નાં ચિત્ર ઉત્તર ગુજરાતની વિશિષ્ટ ગ્રામીણ શૈલીમાં આલેખાયાં છે. પુરુષપાત્રોનાં પાઘડી, લાંબી બાંયનાં અંગરખાં, પટાદાર ધોતિયાં અને ખેસના આલેખન આકર્ષક છે. સ્ત્રીપાત્રો ઘેરા વાદળી રંગની ઓઢણી અને લાલ રંગનો ચણિયો ધારણ કરેલ દર્શાવાયાં છે. ચિત્રોમાં પશુ-પક્ષી અને વનરાજિનું આલેખન મનોહર છે.
આ ભંડારમાં ૧૯મી સદીની એક‘ચિત્રિત જૈન ‘જ્ઞાનચૌપાર’ જળવાયેલી છે. હિંદુ અને જૈન પરંપરામાં સાધુઓ અને સંસારીઓ માટે જે જ્ઞાનચૌપાર તૈયાર કરાતી, એમાં દેવલોકનું, સર્પો અને સીડીઓનું, નવગ્રહોનું તેમ જ જુદીજુદી જીવયોનિઓનાં ચિત્રોનું આલેખન કરવામાં આવતું. વિવિધ પ્રકારના દેવલોક, સ્વર્ગ અને નરક તેમ જ મોક્ષનો ખ્યાલ આપતી જ્ઞાનચૌપાર હિંદુ પરંપરામાં પણ તૈયાર કરાવવામાં આવતી, જેમાં ૮૪ કોઠાઓનું આલેખન કરાતું. આ ૮૪ લાખ યોનિઓનું પ્રીતક મનાતા.
ઉજમફોઈની ધર્મશાળાના ગ્રંથભંડારમાં ૧૪મી સદીની એક હસ્તપ્રતમાં મહાવીરસ્વામીનું ચ્યવન, જન્મ, નિર્ણાણ, સમવસરણ વગેરે પ્રસંગોનાં ચિત્રો છે. હાજા પટેલની પોળમાં ‘સંગ્રહણીસત્ર’ (ઇ.સ. ૧૮૫૪-’૫૫)ની એક ચિત્રિત હસ્તપ્રતની નકલ જળવાયેલી છે. એમાં ચક્રવર્તીનાં ૧૪ રત્નો, મેરૂ પર્વત અને દ્વીપોનું આલેખન કરેલું છે.
અમદાવાદના ભો. જે. અધ્યયન સંશોધન વિદ્યા ભવનના મ્યુઝિયમમાં વેદવેદાંગ, ઇતિહાસ, પુરાણ, બૌદ્ધ અને જૈન સાહિત્ય, ભક્તિ વગેરે વિવિધ વિષયોને લગતી હસ્તપ્રતો સચવાયેલી છે, જેમાં કલ્પસત્ર, મધુમાલતી કથા જેવી, મનોહર ચિત્રોવાળી પ્રતો છે. જૈન સૂરિઓ અને સાધુઓને તેમ જ સંઘને યાત્રા દરમિયાન આમંત્રણ આપતું એક વિજ્ઞપ્તિપત્ર (૧૮મી સદી) સંગ્રહાયેલું છે. એમાંની કેટલીક હસ્તપ્રતો સુંદર વલબુટ્ટાની આકૃતિઓથી શણગારાયેલી, કોઈક સોનેરી શાહીથી લખેલી, લાલ, કાળી શાહીના લખાણવાળી છે.
લા. દ. વિદ્યામંદિરમાં મુનિશ્રી પદ્મવિજયજી મહારાજ તરફથી ભેટ મળેલ
૨૬૪
K
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org