Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
OCC જ્ઞાનધાર 02796
કાપડના પટ્ટ પર ૧૪મી સદીમાં લખાયેલ ધર્મવિધિપ્રકરણમાં સરસ્વતીનું સુંદર ચિત્ર છે. ૧૫મી સદીમાં રચાયેલ “પંચતાર્થીપટ્ટ ચાંપાનેરમાં તૈયાર થયો છે જેમાં સાત ચિત્રો છે. મંદિરના ગર્ભગૃહમાં સર્ષછત્ર ધારણ કરેલ પાર્થનાથજી, ગિરનાર પર્વતનું દશ્ય, સમેતશિખર અને પાવાગઢ ઉપરનાં મહાવીરસ્વામી મંદિરનાં ચિત્રોનું મનોહર આલેખન છે. આ પટ્ટ સંઘવીપાડાના ભંડારમાં આવેલો છે.
ખંભાતમાં હાલ મુખ્ય ચાર હસ્તપ્રત ભંડારો છે. પાયચંદગચ્છનો ભંડાર, જ્ઞાનવિમલસૂરિનો ભંડાર, નેમિસૂરિનો ભંડાર અને શાંતિનાથનો ભંડાર. આમાં શાંતિનાથ ભંડાર સમગ્ર ગુજરાતમાં સહુથી સમૃદ્ધ અને મૂલ્યવાન ભંડારોમાંનો એક છે. અહીં ઈ.સ. ૧૨મીથી ૧૪મી સદી દરમિયાન સંસ્કૃતમાં લખાયેલ પ્રાચીન અને દુર્લભ તાડપત્રીય હસ્તપ્રતો છે. ગુજરાતની ગ્રંથસ્થ લઘુચિત્ર લાના સહુથી પ્રાચીન નમૂના આ ભંડારની તાડપત્રીય સચિત્ર હસ્તપ્રતોમાંથી મળે છે. દશવૈકાલિક સત્રની લઘુવૃત્તિ હસ્તપ્રતના છેલ્લા પત્ર પરના ચિત્રમાં આસન પર બિરાજમાન આચાર્ય હેમચંદ્રાચાર્ય જમણા હાથમાં તાડપત્ર ધારણ કરી પોતાના શિષ્ય મહેન્દ્રસૂરિને પાઠ આપતા જણાય છે. મહેન્દ્રસૂરિની પાછળ બે હાથ જોડીને ઊભેલ દાઢીવાળા ગૃહસ્થની આકૃતિ રાજા કુમારપાળની છે. આ ચિત્ર આચાર્ય હેમચંદ્ર અને રાજા કુમારપાળના જીવનકાળ દરમિયાન દોરાયેલું છે. આ પ્રત ૧૨મા સૈકાની છે.
શાંતિનાથ ભંડારમાં સંગ્રહિત નેમિનાથચરિત્ર'ની ૧૩મી સદીની પ્રતમાં જૈન તીર્થંકર નેમિનાથ, અંબિકાદેવી અને અંજલિમુદ્રામાં શ્રાવક-શ્રાવિકાનાં ચિત્રો દોરાયેલાં છે. ૧૨મી સદીની એક અન્ય સચિત્ર પ્રતમાં બે ચિત્રો છે, જેમાંના એક ચિત્રમાં પવાસન પર બેઠેલા મહાવીરસ્વામી અને બીજા ચિત્રમાં ત્રિભંગ અવસ્થામાં ઊભેલ ચતુર્ભુજ સરસ્વતીનું સુંદર ચિત્રણ થયેલું છે.
અમદાવાદમાં દેવશાના પાડાના ભંડારમાં ‘શ્રીપાલરાસની ઈ.સ. ૧૮૨લ્માં તૈયાર થયેલ એક ચિત્રિત હસ્તપ્રત છે. એમાં વેપાર માટે સુરત આવતાં વહાણોનાં ચિત્રાંકનો આબેહૂબ છે. કેટલાંક ચિત્રોમાં વૃક્ષો-વનરાજિઓનાં દશ્યો અંક્તિ કરેલાં છે. કેટલાંક ચિત્રોમાં ગીત-સંગીત અને નૃત્યોનું આલેખન કરેલું છે. પુરુષોના હાથમાં વિણાનું ચિત્રણ નોંધપાત્ર છે. દેવશના પાડાના દયાવિમલજી ભંડારમાં કલ્પસત્ર'ની ૧૫મી સદીની સચિત્ર હસ્તપ્રત છે. સુવર્ણ અક્ષરોમાં લખાયેલી આ પ્રતિમાં રાગ
" ૨૬૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org