Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 270
________________ OC C જ્ઞાનધારા હસ્તલિખિત ગ્રંથોનો સંગ્રહ છે. અહીં ૫૦૦થી વધુ જેટલી સચિત્ર હસ્તપ્રતો છે, જેમાં ૧૮મી સદીની ‘કલ્પસૂત્ર’ની એક હસ્તપ્રતમાં ગજસવારીનું દશ્ય નજરે પડે છે. કાગળની કેટલીક હસ્તપ્રતોમાં ભગવાન તીર્થંકરોના જીવનપ્રસંગો આલેખાયેલા છે. આ જ સંસ્થામાં આવેલ મ્યુઝિયમમાં થોડીક સચિત્ર હસ્તપ્રતો સંગ્રહાયેલી છે, જેમાં ‘કલ્પસૂત્ર’ની ઈ.સ. ૧૪૭૦ની પ્રતમાં કાલકાચાર્યની કથાના દશ્યમાં કાલક અને શાહીને વાર્તાલાપ કરતાં દર્શાવાયાં છે. બીજી પ્રતમાં રાજાને દાન આપતો બતાવ્યો છે, જેનું લખાણ સુવર્ણાક્ષરમાં અને પાર્શ્વભૂમિમાં વાદળી રંગનું આલેખન છે. ‘વ્રતાચાર્ય કથા’ની હસ્તપ્રત (ઈ.સ. ૧૪૬૮)માં શત્રુંજય માહાત્મ્યનું દૃશ્ય આકર્ષક છે. ‘ઉત્તરાધ્યાયન સૂત્ર’માંના એક દશ્યમાં મુનિશ્રી શ્રાવકને ઘરે વહોરવા માટે ગયેલા એનું ચિત્રણ સુંદર રીતે કરેલું છે. ‘માધવાનલ કામકન્દલા’ની પ્રતમાં વિક્રમાદિત્યકામસેનના યુદ્ધનું દશ્ય કંડારેલું છે. ‘ચંદ્રપ્રભચરિત’માં ચંદ્રપ્રભસ્વામીના સમવસરણનું દશ્ય દોરેલું છે. ઇ.સ. ૧૫૮૩માં લખાયેલી ‘સંગ્રહણી સત્રની હસ્તપ્રતમાં ઇન્દ્રસભામાં નાચ-ગાનનું દશ્ય ચિત્રકાર ગોવિંદ દ્વારા ચીતરવામાં આવેલ છે. અહીં સિદ્ધચક્ર પટ્ટના કેટલાક નમૂનાઓ જળવાયા છે, જેમાં નવપદને એક યંત્ર સ્વરૂપે ગોઠવેલ છે. ચાર પગથિયાં - જ્ઞાન દર્શન (શ્રદ્ધા), ચારિત્ર્ય અને સિદ્ધિ, તપમાંથી ચાર સિદ્ધિ-ઉપાધ્યાય, સાધુ, આચાર્ય અને સિદ્ધ, આમ આઠ વસ્તુ પ્રાપ્ત થતાં ‘અરિહંત' એટલે કે મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. અહીં સંગ્રહાયેલ વિજ્ઞપ્તિપત્રમાં પ્રથમ મંગળ ચિહ્નો તથા અષ્ટમંગલનું ચિત્ર, નગરનું આલેખન, સાધુમહારાજના વ્યાખ્યાનને ચિત્રાંકિત કરી, વિગતો લખીને એના પર સંઘના સભ્યોના હસ્તાક્ષર લેવાતા. મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયમાં વડોદરા રાજ્યમાં હસ્તલિખિત ગ્રંથોની જાવળણી પ્રત્યે ઊંડો રસ લીધેલો અને આવા ગ્રંથોના સંશોધન માટે વિભાગ શરૂ કરેલો, જે આજે પ્રાચ્ય વિદ્યામંદિર તરીકે ઓળખાય છે, જેમાં દરેક પ્રકારના હસ્તલિખિત ગ્રંથોનો અમૂલ્ય ખજાનો જળવાયો છે. ઈ.સ. ૧૬૯૪માં રચાયેલી ‘માનતુંગ માનવતી જૈનરાસ' નામની સચિત્ર હસ્તપ્રતના પ્રથમ ચિત્રમાં રાજાની સવારીનું દશ્ય છે. હાથી પર બિરાજમાન રાજા, પાછળ મંત્રીઓ ઘોડા પર બેઠેલ છે અને આગળના ભાગે ઢાલ-ભાલો લઈને ચાલતા ૨૬૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284