Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 265
________________ IOCC જ્ઞાનધાર ૭૦ પોતાની જરૂરિયાત પૂરતી લક્ષ્મી રાખી વધારાની સુપાત્રદાન દ્વારા જો વહાવવામાં આવે તો તે લક્ષ્મી મહાલક્ષ્મી બને છે. જાહેર સંસ્થાઓ, શૈક્ષણિક શાળા-કોલેજો, દવાખાનાં કે હોસ્પિટલો, ધર્મશાળા, મંદિરો, ધર્મસ્થાનકો-ઉપાશ્રયો, આશ્રમો, ગૌશાળા-છવદ્યાની સંસ્થાઓ, વિધવાવૃદ્ધ-અનાથ-રુણો માટેની સંસ્થાઓ વગેરેનું પોષણ અને રક્ષણ સખાવત દ્વારા જ થાય છે. દાન તો આવી જાહેર સમાજસેવી સંસ્થાઓની જીવાદોરી સમાન છે. સંસ્કૃતિ, કળા અને સાહિત્યના સંવર્ધન માટે પણ અનેક સંસ્થાઓને દાનની જરૂર પડે છે. - દરેક સંસ્થાઓ આર્થિક રીતે પગભર થઈ શકે તેવી યોજનાઓ સમાજ સમક્ષ મૂકવાની જવાબદારી સંચાલકોની છે, જેથી દાન એવી યોજનામાં અપાય કે સંસ્થા કાયમી ધોરણે કે લાંબા ગાળા માટે પગભર બને. મુનિશ્રી સંતબાલજીના મતે ભારતની સમાજરચના ધર્મમયને બદલે અર્થમય બનતી જાય છે. એનું એક કારણ ધર્મસંસ્થાઓ તરફથી પણ ધનને પ્રતિષ્ઠા આપવી એ છે. ધર્મસંસ્થાના સમારંભોમાં શ્રીમંતોને જ ઉચ્ચસ્થાને બેસાડવામાં આવે છે. ક્યારેક આવી સંસ્થાઓના હોદ્દેદારો પણ ધનિકો બની જાય છે. હદ તો ત્યારે થાય છે કે જ્યારે ધર્મસંસ્થાઓના અગ્રસ્તંભ મુનિવરો પણ જ્યારે અનીતિમાન ધનિકોને જાહેર પ્રતિષ્ઠા આપે છે. એક બાજુ અર્થમયી સમાજરચનાને વખોડે છે તો બીજી બાજુ તેની જડોને સીંચે છે. માટે જ સૌપ્રથમ આજની અર્થપ્રધાન બનેલી સમજરચનાને બદલવા ઇચ્છનારા સાધુભગવંતોએ જાહેર સમારંભોમાં મૂડીવાદીને પ્રતિષ્ઠા તો ન જ આપવી જોઈએ, પણ તેમને પાષવા પણ ન જોઈએ. અંતમાં દાનનો મહિમા અનેરો છે. દાન આપવામાં કદી પાછા ન પડવું. વિનયપૂર્વક યથાયોગ્ય દાન કરતા રહેવું. દાન આપ્યા પછી માલિકીભાવ બિલકુલ ન લાવવો. શક્ય હોય તો વિદ્યાદાન આપો-અપાવો. આવા ધનથી જ સમાજ સંસ્કારલક્ષી બનશે, સામાજિક જીવન સુધરશે, ભક્તિભાવનો વિકાસ થશે. * ૨૦૦ ભg Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284