Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
C જ્ઞાનધારા
૩. પાત્ર પ્રતિ બહુમાન થવું.
૪. પાત્રને પ્રેમાળ વચનોથી આવકાર આપવો.
૫. પાત્ર વ્યક્તિની અનુમોદના કરવી. દાનનાં દૂષણ :
૧. દાન આપતી વખતે અનાદર કરવો.
૨. દાન આપવામાં વિલંબ કરવો.
૩. દાન લેનારને અપ્રિય વચન કહેવું.
૩. દાન આપવામાં અચિ દાખવવી. ૪. દાન આપ્યા પછી પશ્ચાત્તાપ કરવો.
ઉપદેશતરંગિણીમાં આ પ્રકાર, ભેદ ઉપરાંત સુપાત્રદાન મહત્તા પણ આંકવામાં આવી છે, જેમ કે ધનનું રોકાણ બમણું કે ચોગણું થાય જ્યારે સુપાત્રદાન અનંત ગણું થાય છે.
દાનવિષયક સાહિત્ય પણ ખૂબ લખાયું છે અને સુપાત્રદાનની કથાઓ પણ પુષ્કળ પ્રમાણમાં છે.
દાન પ્રતિષ્ઠા કે અહંકારનીં તૃપ્તિ માટે નહિ; પરંતુ દાનથી કરુણા, સ્નેહ, સેવા, બંધુત્વ જેવી પવિત્ર ભાવનાનો વિકાસ થાય છે. તેનાથી માનવની માનવતા અને દાનવૃત્તિની વૃદ્ધિ થાય છે. દિવ્યતાની જાગૃતિ સાથે ઈશ્વરીય આનંદની અનુભૂતિ
થાય છે.
વિદ્વાન વિજયમુનિશાસ્ત્રી દાન માટે સ્વ પરના કલ્યાણની વાત કરતાં કહે છે કે ભગવાન મહાવીરે દાન માટે મુંધાદાયી અને મુધાજીવી શબ્દોનો સુંદર પ્રયોગ કર્યો છે. એ જ દાન શ્રેષ્ઠ છે કે જે દેનારના મનમાં અહંભાવ ન પ્રગટે અને લેનારના મનમાં લઘુતાભાવ ન પ્રગટે અને તો જ બન્નેનું કલ્યાણ થાય છે.
સમય બદલાતાં હવે તો દાનના પ્રકારોમાં રક્તદાન, કિડની વગેરે અવયવદાન, ત્વચાદાન, દેહદાન વગેરે ગોઠવાવા લાગ્યાં છે.
આજકાલ તો લજ્જાદાન અને ગૌરવદાન સમાજને કોઠે પડી ગયાં છે જે કેટલે અંશે યોગ્ય છે તે તો કોઈ વિદ્વાન જ કહી શકે. હાલના સમયમાં દાનના પ્રવાહની વિવેકપૂર્ણ યથાયોગ્ય દિશા
શુદ્ધ સાધનો દ્વારા મેળવેલ લક્ષ્મી ન્યાયસંપન્ન આજીવિકા કે વૈભવમાંથી
૨૫૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org