Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 255
________________ © C૯ જ્ઞાનધારા ૭૦ કૃતિઓ સંશોધિત થઈને વધુ વિશુદ્ધ સ્વરૂપે સંપન્ન થઈ છે. ત્રીજું, જયંતભાઈ દ્વારા ગ્રંથને છેડે મધ્યકાલીન શબ્દોનો સાર્થ શબ્દકોશ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત, ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ગુજરાતી સાહિત્યકોશ (મધ્યકાળ)ના મુખ્ય સંપાદક તરીકે જંયતભાઈને જ્યાં જ્યાં કર્તુત્વના, કૃતિના રચનાસમયના, કૃતિનામ અંગેના કોયડા જણાય ત્યાં કેટલાક કિસ્સામાં તેમ જ જૈન ગુર્જર કવિઓ'ની નવસંસ્કરણ પામેલી, સંવર્ધિત બીજી આવૃત્તિની શુદ્ધિવૃદ્ધિ અર્થે તથા મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ'નું સંપાદન હાથ ધરતાં જ્યાં શબ્દ અશુદ્ધ જણાયો હોય તેવાં સ્થાનોમાં તથ્ય-શોધ અર્થે મૂળ હસ્તપ્રતો સુધી જવાનું બન્યું હતું. - હસ્તપ્રત-સંપાદનની પ્રક્રિયા સમજાવતો, લિપિવાચન, પાઠનિર્ધારણ અને અર્થનિર્ણય – એ ત્રણેય સોપાનોમાં સ્વાનુભવને આધારે પ્રચુર દષ્ટાંતો આપતો મધ્યકાલીન સાહિત્યકૃતિનું સંપાદન ત્રણ પગલાંની સંશોધનયાત્રા' નામનો એમનો લેખ “સાહિત્યિક તથ્યોની માવજત’ પુસ્તકમાં ગ્રંથસ્થ થયો છે. એ જ રીતે કોઈ પણ હસ્તપ્રત મેળવવા માટે માર્ગદર્શક અને ચાવીરૂપ બની શકે એવી હસ્તપ્રતસૂચિઓની સમીક્ષા કરતો “મુદ્રિત હસ્તપ્રતસૂચિઓ સમીક્ષા અને સૂચનો નામનો લેખ “એક અભિવાદન-ઓચ્છવ, એક ગાઝિ' પુસ્તકમાં ગ્રંથસ્થ થયો છે. વિશેષ નોંધ : તાજેતરમાં ઓગસ્ટ, ૨૦૧૩માં, પૂજ્ય આચાર્ય શ્રીમદ્ કલાપૂર્ણસૂરિશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી તીર્થભદ્રવિજયજીએ પરમપૂજ્ય દાદાગુરુદેવ આચાર્યશ્રી વિજયકનકસૂરિશ્વરજી મ.સા.ના ૫૦મા સ્વર્ગારોહણ વર્ષ નિમિત્તે, પૂજ્યશ્રીની કાયમી સ્મૃતિ અર્થે, પાંચ ગ્રંથો સંશોધિત-સંપાદિન કરી પ્રકાશિત કર્યા છે. ગ્રંથો આ પ્રમાણે છે : ૧. “શ્રી અગડદત્ત રાસમાળા', ૨. મદન-ધનદેવ ચરિત્ર', ૩. “શ્રી મંગલકલશ રાસમાળા', ૪. શ્રી મંગલકલશ ચરિત્રસંગ્રહ', ૫. ‘શ્રી નેમિનાથ સ્તોત્રસંગ્રહ:'. " આ ગ્રંથો પૈકી “શ્રી અગડદત્ત રાસમાળા' એ મધ્યકાલની ગુજરાતીના ૧૧ જૈન સાધુ/શ્રાવકકવિઓની અગડદત્તનાં કથાનકોવાળી ૧૧ કૃતિઓના, હસ્તપ્રતોના જન્મ ૨૫૪ ૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284