Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
OCTC જ્ઞાનધારા 0266
(૧) દાનદ્રવ્યને આશ્રયીને દાનમાં અપાતી વસ્તુ-દ્રવ્યને નજર સન્મુખ રાખીને આ વિભાજન થાય છે. ઉપદેશમાળા, દાનપ્રકાશ વગેરે ગ્રંથમાં આ પ્રકારના દાનની વાતો છે. આવાસ, શયન, આસન, ભોજન, જળ, ઔષધ, વસ્ત્ર, પાત્ર એમ આઠ વસ્તુનાં નામ તે ગ્રંથોમાં છે. દાનપ્રકાશ ગ્રંથમાં તો તેને દાનસંબધી કથાઓ પણ છે. | (૨) દાન લેનારને આશ્રયીને: વ્યક્તિની યોગ્યતાના આધારે આ પ્રકારનું દાન અપાય છે. તેના મુખ્ય બે ભેદ છે (અ) અપાતું દાન (બ) કુપાત્રને અપાતું દાના પાત્ર શબ્દ અંગે ઉપદેશતરંગિણીમાં લખ્યા મુજબ કર્મના વશથી ડૂબતો આત્મા ધર્મની સહાયથી પોતે તરે અને બીજાને તારે તો તેને પાત્ર કહેવાય પાત્ર વ્યક્તિના પણ ત્રણ પ્રકાર છેઃ ઉત્તમ, મધ્યમ અને જઘન્ય ઉત્તમ પાત્રને સુપાત્ર પણ કહેવાય છે. સુપાત્રની ફરી બે વ્યાખ્યા બતાવવામાં આવી છે. સુભોશનું પાત્ર અને સુઅતિશયેન પાપાત ત્રાયતે ઈતિ સુપાત્રમ્. સુપાત્રના ભેદ પણ બે બતાવ્યા છે: સ્થાવર-સ્થિર અને જંગમા-અસ્થિર.
(૩) દાન આપનારના ભાવને આશ્રયીને: શ્રી સ્થાનાંગસૂત્ર, ધર્મરત્નપ્રકરણ, ઉપદેશતરંગિણી, દાનાદિકુલક વગેરે ગ્રંથમાં દાનના જે પ્રકાર બતાવ્યા છે તે જોતાં તે દાતારના ભાવે આશ્રયીને કહ્યા હોય તેવું લાગે છે.
સ્થાનાંગસૂત્ર પ્રમાણે ૧૦ પ્રકાર - અનુકંપાદાન, સંગ્રહદાન, અભયદાન, કારણિકાદાન, લજ્જાદાન, ગૌરવદાન, અધર્મદાન, ધર્મદાન, કરિષ્યતિદાન અને કૃતદાન.
દાનાદિકુલક પ્રમાણે ત્રણ પ્રકાર - ધર્મદાન, અર્થદાન અને કાયદાની
ઉપદેશરંગિણી પ્રમાણે પ્રકાર - અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન અને જ્ઞાનદાન ઉપરાંત બીજા ત્રણ પ્રકાર પણ બતાવ્યા છે - સાત્ત્વિકદાન, રાજસદાન અને તામસસદાન.
ધર્મરત્ન પ્રકરણ પ્રમાણે ત્રણ પ્રકાર - અભયદાન, ધર્મોપગ્રહદાન અને જ્ઞાનદાન.વળી ઉપદેશતરંગિણી ગ્રંથમાં દાનનાં પાંચ ભૂષણ
પાંચ દૂષણ પણ બતાવવામાં આવ્યાં છે. દાનનાં ભૂષણ કે જે આભૂષણ જ કહેવાય છે...
૧. દાન આપતા સમયે હર્ષનાં આંસુ આવવાં. - ૨. પાત્ર વ્યક્તિને જોઈને રોમાંચ અનુભવવો.
• ૨૫૮ ૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org