Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
2 C જ્ઞાનધાસ
ઉપરાંત તત્કાલીન અન્ય જૈન સામયિકોમાં પણ તેમનાં લખાણો પ્રકાશિત થતાં હતાં. એમાં પોતાને ઉપલબ્ધ થયેલી હસ્તપ્રતોમાંથી પ્રાચીન કૃતિઓનાં એમણે કરેલાં સંપાદનોનો પણ સમાવેશ થાય છે. મોહનભાઈએ કરેલાં આ હસ્તપ્રતસંપાદનોનું જયંતભાઈએ પ્રસ્તુત ગ્રંથમાં સંશોધિત પુનઃસંપાદન કર્યું છે.
જંયતભાઈએ ધાર્યું હોત તો મોહનભાઈ સંપાદિત આ કૃતિઓને વિષયવાર કે સ્વરૂપવાર વર્ગીકૃત કરીને, ગોઠવણીનું પુનઃઆયોજન કરીને, અગાઉના મુદ્રણદોષો દૂર કરીને એમનો સંપાદનશ્રમ સીમિત રાખી શક્યા હોત, પણ આટલું જ કરીને સંતુષ્ટ થાય તો એ જંયતભાઈ જ શાના !
આ કાર્ય હાથ પર લેતાં, એમને મુદ્રણદોષો ઉપરાંત જ્યાંજ્યાં ભ્રષ્ટ પાઠો માલૂમ પડચા, પાઠનિર્ણયો ખોટા જણાયા, અન્ય વૈકલ્પિક પાઠની સંભાવના જણાઈ તેવાં સ્થાનોની પાઠશુદ્ધિ કે પાઠનિર્ણય અર્થે, જો તે કૃતિઓ અન્યત્ર મુદ્રિત થઈ હોય તો તે જોઈ જવાનો, શક્ય હોય ને જરૂરી લાગ્યું હોય ત્યાં એવી કૃતિઓની હસ્તપ્રત કઢાવીને શુદ્ધ પાઠ મેળવવાનો શ્રમ લઈને એમણે આ તમામ સામગ્રીને સંશોધિત કરી છે. એથી તો અહીં મોટા ભાગની કૃતિઓની સાથે એક મોહનભાઈની અને બીજી જયંતભાઈની એમ બબ્બે સંપાદકીય નોંધો જોવા મળે છે. આ બન્ને પ્રકારની નોંધો અનુક્રમે ગોળ અને ચોરસ કૌંસથી અલગ પડાઈ છે. આ ઉપરાંત કૃતિને છેડે, કૃતિ મૂળ જ્યાં પ્રકાશિત થઈ હોય તે સામયિક/ગ્રંથનામ, વર્ષ અને પુષ્ઠક્રમાંક સુધ્ધાં નોંધવાનું જયંતભાઈ ચૂક્યા નથી.
આ પુનઃસંપાદિત કૃતિઓનું સ્વરૂપવૈવિધ્ય આશ્ચર્યચકિત કરે એવું છે. રાસા, ફાગુ, બારમાસી, સંવાદ, ગીતો, સ્તવનો, સજ્ઝાયો, ચૈત્યપરિપાટી, ગુર્વાવલીપટ્ટાવલી-થેરાવલી, ગઝલ, દસ્તાવેજ, વિજ્ઞપ્તિપત્રો, આજ્ઞાપત્રો, છત્રીસી, પચીસી, હરયાળીઓ, સુભાષિતો, દુહા, ઉખાણાં, બાલાવબોધો, પ્રતિમાલેખો – એમ નાનીમોટી રચનાઓનો આમાં સમાવેશ થયો છે.
આ ગ્રંથનું પ્રકાશન લા. દ. ભા. સં. વિદ્યામંદિર (અમદાવાદ) સંસ્થાએ ઈ. ૨૦૦૧માં કર્યું છે. આ ગ્રંથનું પ્રકાશન થતાં એકસાથે ત્રણ પ્રયોજનો સિદ્ધ થયાં છે. એક, પ્રાચીન-મધ્યકાલીન જૈન સાહિત્યનો મોહનભાઈને હાથે એકત્ર થયેલો મૂલ્યવાન ખજાનો ગ્રંથસ્વરૂપે ઉપલબ્ધ થયો છે. બીજું, જયંતભાઈ જેવાને હાથે
૨૫૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org