Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text ________________
© C જ્ઞાનધારા 100 વિદ્યામંદિર, અમદાવાદમાંથી પ્રાપ્ત થઈ છે. કે પ્રતનું લેખનવર્ષ સં. ૧૬૭૧ છે. કૃતિ ૧૪૭ કડીની, બે ખંડમાં વિભક્ત દુહા-ચોપાઈબંધ છે. પ્રથમ ખંડને અંતે કવિનામ ગુણસૌભાગ્ય, બીજા ખંડને અંતે કવિનામ જયવંતસૂરિ અને પ્રતની પુષ્પિકામાં કવિનામ ગુણસૌભાગ્યસૂરિ અપાયાં છે.
કૃતિને અપાયેલું “ચંદ્રાયણિ' નામ કૃતિમાં નહિ, પણ પુષ્પિકામાં મળે છે. સંપાદકે ચંદ્રાયણિ’ શબ્દની સમજ આપતાં જણાવ્યું છે કે, આમ તો એ કુંડળિયા પ્રકારના છંદબંધનું નામ છે, પણ એવો છંદ અહીં પ્રયોજાયો નથી. એટલે સંપાદક આ ‘ચંદ્રાયણિ’નું અર્થઘટન એ રીતે કર્યું છે કે પ્રથમ ખંડમાં સંયોગ સુધીની શૃંગારની ચડતી કળા વર્ણવાઈ છે અને બીજા ખંડમાં વિરહદશાનું આલેખન છે, જાણે કે ચંદ્રના શુકલ અને કૃષ્ણપક્ષ. જોકે, આવો તર્ક એમણે પ્રશ્નાર્થ ચિહ્ન સાથે દર્શાવ્યો છે. કૃતિપરિચય આસ્વાદલક્ષી બન્યો છે.
ક. ૨. સ્થૂલિભદ્ર-કોશા પ્રેમવિલાસ ફાગ' : અગાઉ પ્રકાશિત થયેલી છે. આ કૃતિની પાંચ પ્રતો પ્રાપ્ત થઈ છે. ૧) લા. દ. ભા. સં. વિદ્યામંદિર, કે પ્રત, હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણની ખ પ્રત, ૩) પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરાની ૨) પ્રત, તેમ જ અગાઉ પ્રકાશિત કૃતિમાં ઉપયોગમાં લેવાયેલી બે પ્રતો ૧) કાતિવિજયજી શાસ્ત્રસંગ્રહની ગ પ્રત અને ૨) ખંભાતના નીતિવિજય શાસ્ત્રસંગ્રહની ઘ પ્રત. અહીં ક, ખ હસ્તપ્રતોને આધારે કૃતિની વાચના તૈયાર કરાઈ છે. બાકીની પ્રતોનાં પાઠાંતરો નોંધાયા છે. દુહા અને ચંદ્ર છંદની આ કૃતિ ૪૧ કડીની ફાગુ સ્વરૂપની છે. હસ્તપ્રતમાં દુહાને ફાગ નામથી ઓળખાવાયા છે. કૃતિપરિચય આસ્વાદલક્ષી છે.
ક. ૩. સીમંધરસ્વામી લેખ'માં કવિનામ જયવંત પંડિત મળે છે. આ કૃતિનું રચનાવર્ષ ઇ. ૧૫૪૩ હોવાનું કનુભાઈ શેઠે “શૃંગારમંજરી'ના સંપાદનમાં જણાવ્યું છે, પણ જયંતભાઈને એ વર્ષ સ્વીકાર્ય નથી, કેમકે “શૃંગારમંજરી' ઈ. ૧૫૫૮માં કવિએ લઘુવયે રચી છે એમ કવિ પોતે જણાવે છે. એ રીતે જોતાં ઈ. ૧૫૪૩માં કવિની ઉંમર દસેક વર્ષથી વધુ ન હોઈ શકે. કૃતિ ૫ ઢાળ, ૪૨ કડીની છે. સંપાદકને આ કૃતિની છ હસ્તપ્રતો પ્રાપ્ત થઈ છે, જેમાંથી ચાર પ્રતો લા. દ. ભા. સં. વિદ્યામંદિરની છે. (ક, ખ, ચ, છે). બીજી બે લીંબડી ભંડારની
- - ૨૫૧ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284