Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
> C જ્ઞાનધારા
આ કૃતિનું સંપાદન કરેલું હતું, જે અહીં સ્વલ્પ સુધારા સાથે સમાવિષ્ટ છે. ૪૨૯ કડીની, ૨૨ ઢાળની આ રચના દુહા-દેશીબંધ છે.
આ છયે કૃતિઓનાં કથાનકોના તુલનાત્મક અભ્યાસમાં, જુદીજુદી કૃતિઓમાં જોવા મળતા વસ્તુના ફેરફારો, સ્થળ અને વ્યક્તિ-નામોના ફેરફારો, કથાપ્રયોજનોમાં વરતાતાં સૂક્ષ્મ પરિવર્તનો, શૈલીભેદો, કથાના આરંભે આવતાં મંગલાચરણોના તફાવતો, વસ્તુ સંરચનાના ભેદો, વર્ણનોના ભેદો, ચિંતન-ઉપદેશના ભેદો, પાત્રોના મનોભાવચિત્રણના ભેદો, પ્રસંગ નિરૂપણરીતિના ભેદો – આ બધાનાં સંપાદકે અતિઝીણવટભર્યાં નિરીક્ષણો નોંધ્યાં છે. આ રીતે એક જ વિષય લઈને સર્જાયેલી આ છ મધ્યકાલીન જૈન કથાત્મક કૃતિઓની સંકલિત માહિતી રજૂ કરતો તુલનાત્મક અધ્યયનનો આ ગ્રંથ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વના પ્રદાન સમો છે.
સંપાદકે વાચના માટે પસંદ કરેલી હસ્તપ્રત સિવાયની અન્ય પ્રતોમાંથી મહત્ત્વના પાઠાંતરો નોંધ્યા છે. જ્યાં અન્ય પ્રતનો પાઠ વધુ સ્વીકાર્ય જણાયો છે ત્યાં ક પ્રતનો પાઠ સ્થાનાંતરિત કર્યો છે.
સંપાદકે પ્રત્યેક કૃતિનાં વિસ્તૃત ટિપ્પણો આપ્યાં છે. એમાં શબ્દો કે પંક્તિ-ખંડોની અર્થચ્છાયાની ચર્ચા કરાઈ છે. જ્યાં અર્થ સ્પષ્ટ થતો નથી ત્યાં ચિત્ પ્રશ્નાર્થ મૂકીને અર્થને સંભાવનારૂપે સૂચિત કર્યો છે. વાચનાના પંક્તિખંડોના અન્વયાર્થો પણ અનેક જગાએ બેસાડી આપ્યા છે. મોટા પ્રમાણમાં જોવા મળતા પારિભાષિક શબ્દોનો માહિતીપ્રદ પરિચય અપાયો છે, જેમ કે પંચમહાવ્રત, સંલેહણ, નવયનિહાણ, ચ્યારિ-બુદ્ધિ, નવતત્ત્વ, આર્તધ્યાન જેવા શબ્દો સંદર્ભે એની પર્યાપ્ત માહિતી અહીં અપાઈ છે. તો
સાથે, વાચનામાં સુલસા, ચાર પ્રત્યેકબુદ્ધ, જંબૂકુમાર, શ્રેણિકની નારી ચેલણાનાં નામો નિર્દિષ્ટ થયાં હોય તો અહીં ટિપ્પણમાં એમનો પણ સંક્ષિપ્તન પરિચય અપાયો છે.
વિનયસમુદ્ર વિરચિત ‘આરામશોભા ચોપાઈ'ની પાંચમી કડીની બીજી પંક્તિ આ પ્રમાણે છે : દેવતત્ત્વ આરાધતાં થાઈ નિર્મૂલ બોધિ'. આ પંક્તિમાં જયંતભાઈને ‘દેવતત્ત્વ' શબ્દનો કશો અર્થ ન બેસતાં એમણે ‘દવ્ય (દ્રવ્ય)તત્ત્વ’
૨૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org