Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
OCT૯ જ્ઞાનધારા OિMO :
વિનયસમુદ્ધિ વાચક રચિત 'આરામશોભા ચોપાઈની મુદ્રિત કૃતિ ઘણા પાઠદોષવાળી હોઈને એની જ મૂળ પ્રત મેળવીને એનો વાચના તૈયાર કરવામાં સીધો ઉપયોગ કર્યો છે. એ પ્રત છે પ્રાપ્ય વિદ્યામંદિર, વડોદરાની (ક), એનું લેખનવર્ષ સં. ૧૬૦૭ છે. બીજી પ્રત છે મુનિ હંસવિજયજી શાસ્ત્રસંગ્રહ, વડોદરાની (ખ). એનું લેખનવર્ષ સં. ૧૬૫૧ છે. રચના ૨૪૮ કડીની, મુખ્યત્વે દુહા-ચોપાઈબદ્ધ છે.
સમપ્રમોદ વિરચિત 'આરામશોભા ચોપાઈ પણ સંપાદક દ્વારા સૌપ્રથમ વાર પ્રકાશિત થાય છે. અહીં સંપાદકે ત્રણ પ્રતોને ઉપયોગમાં લીધી છે. ૧-૨, લા. દ. ભા. સં. વિદ્યામંદિર, અમદાવાદની પ્રત (ક, ખ). ૩ અગરચંદ નાહટાના અભય ભંડારની પ્રત (ગ). કે પ્રતમાં અપાયેલો કૃતિનો સાંકેતિક રચનાસમય સંપાદકને સ્વીકાર્ય જણાયો નથી. જ્યારે ખ પ્રતનો રચનાસમય સં. ૧૬૫૧ (ઈ. ૧૫૯૫)ને એમણે સ્વીકાર્ય ગણ્યો છે. રચના ૨૭૪ કડીની, ૧૮ ઢાળની છે. ઢાળો વિવિધ દેશીબંધ છે. કે પ્રતના જ્યાં ખંડિત અંશો હતા ત્યાં ખ પ્રતનો વિશેષ લાભ લીધો છે..
પૂંજા ઋષિ વિરચિત “આરામશોભા ચરિત્ર' પ્રકાશિત છે, પણ અહીં સંપાદકે એનું સંપાદન પ્રાપ્ત હસ્તપ્રતને આધારે નવેસરથી જ કર્યું છે અને મુદ્રિત પ્રતના ભ્રષ્ટ પાઠ સુધારી લીધા છે. આની એક જ પ્રત લા. દ. ભા. સં. વિદ્યામંદિર, અમદાવાદની પ્રાપ્તિ થઈ છે. કૃતિ ૧૩૬ કડીની, ૪ ખંડમાં વિભક્ત છે. મુખ્યત્વે દુહા-ચોપાઈબંધ છે, સાથે દેશીબંધ પણ પ્રયોજાયેલો છે.
રાજસિંહ વિરચિત “આરામશોભા ચરિત્ર' સંપાદક દ્વારા અહીં સૌપ્રથમ વાર સંશોધિત થઈને પ્રકાશિત થાય છે. આ માટે સંપાદકને માત્ર એક જ પ્રત બાઈ વીરભાઈ, જૈન પુસ્તકાલય, પાલિતાણાની ઉપલબ્ધ થઈ છે. કૃતિ ૪૪૨ કડીની, ૨૭ ઢાળની છે. ઢાળવૈવિધ્ય આ કૃતિની વિશેષતા છે. અહીં એક પણ દેશી બેવડાતી નથી. - જિનહર્ષ કૃત 'આરામશોભા રાસ'ની એક જ પ્રત શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણની પ્રાપ્ત થઈ છે. પ્રત કવિએ પોતે લખેલી છે. 'રાસમાળા'ના પ્રકાશન અગાઉ યંતભાઈએ કીર્તિદા જોશી (શાહ)ના સહયોગમાં
* ૨૪૮ ૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org