Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
C જ્ઞાનધારા
કૃતિઓની એકથી વધુ હસ્તપ્રતો ઉપલબ્ધ હોય તો એમનો પણ આધાર લઈને, આ કૃતિઓનું એકસાથે સંપાદન-સંશોધન કરવું એ એક ભગીરથ કાર્ય છે.
મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ક્ષેત્રના સંદર્ભમાં આવો એક મહત્ત્વનો સંનિષ્ઠ પુરુષાર્થ જયંત કોઠારી દ્વારા ‘આરામશોભા રાસમાળા'ના પ્રકાશનનો થયો છે. આરામશોભાના કથાનકને આલેખતી છ કવિઓની છ કૃતિઓનું આ સંપાદન તુલનાત્મક અધ્યયનનો એક આદર્શ પૂરો પાડતું મહત્ત્વનું પ્રદાન બની રહે છે.
આરામશોભાની કથા એ જૈન પરંપરાની એક સુપ્રસિદ્ધ કથા છે. આ કથાનાં કથાનકો સંસ્કૃત, પ્રાકૃત અને જૂની ગુજરાતી – એમ ત્રણેય ભાષાના સાહિત્યમાં મળી આવે છે.
-
જયંતભાઈએ ‘આરામશોભા રાસમાળા'માં મધ્યકાળના ઈશુના ૧૫મા શતકના ઉત્તરાર્ધથી માંડી ૧૮મા શતકના આરંભકાળ સુધીના જુદાજુદા સમયમાં થયેલા છ જુદાજુદા જૈન સાધુકવિઓએ મધ્યકાલીન ગુજરાતી ભાષામાં રચેલી આરામશોભા નામક કથનાત્મક કૃતિઓની ઉપલબ્ધ હસ્તપ્રતોનું સંપાદન કર્યું છે. આ છ કૃતિઓનાં નામ, કર્તાનામ અને રચનાસમય આ પ્રમાણે છે : ૧. આરામશોભા રાસ રાજકર્તિ કે કીર્તિ રચિત ૨. આરામશોભા ચોપાઈ વિનયસમુદ્રવાચક રચિત ૩. આરામશોભા ચોપાઈ સમય પ્રમોદ રચિત ૪. આરામશોભા ચરિત્ર પૂંજા ઋષિ રચિત ૫. આરામશોભા ચરિત્રરાજસિંહ રચિત ૬. આરામશોભા રાસ જિન હર્ષ રચિત
૨. સ. ઇ. ૧૪૭૯
૨. સ. ઇ. ૧૫૨૭ ૨. સ. ઇ. ૧૫૯૫
૨. સ. ઇ. ૧૫૯૬
૨. સ. ઇ. ૧૬૩૧
૨. સ. ઇ. ૧૭૦૫
આ કથાનક સંસ્કૃત-પ્રાકૃત ભાષાની નવ જેટલી કૃતિઓ અંતર્ગત આલેખાયું હોવાનું સંપાદકે નોંધ્યું છે, જેમાં છ કૃતિઓ સંસ્કૃતમાં અને ત્રણ કૃતિઓ પ્રાકૃત ભાષાની છે. આ તમામ કૃતિઓના રચિયતાઓ પણ જૈન સાકવિઓ છે. આ નવ કૃતિઓમાં સૌથી જૂનામાં જૂની કૃતિ પ્રદ્યુમ્નસૂરિવિરચિત ‘મૂલશુદ્ધિ પ્રકરણ' (પ્રાકૃત) પરની દેવચંદ્રસૂરિ રચિત સંસ્કૃત વૃત્તિ અંતર્ગત આ કથા મળે છે. (વૃત્તિ-રચના ઇ. ૧૦૮૯-’૯૦ની છે). સંસ્કૃત-પ્રાકૃતમાં જુદાજુદા કવિઓએ રચેલી ‘મુનિસુવ્રતસ્વામી ચરિત’
૨૪૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org