Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
IOC જ્ઞાનધારા 0200 આસપાસમાં રહેતા અજૈન લોકોને જુગુપ્સા થાય છે. જૈનોને પણ જુગુપ્સા તો થતી જ હોય, પણ એ વ્યક્ત ન કરે. લોકોમાં એવી ટીકા થાય છે કે જૈન સાધુસાધ્વીઓ ગંદકી કરનારાં હોય છે. જો આવા લોકાપવાદથી બચવું હોય તો દરેક સંઘે પોતાના ઉપાશ્રયમાં માત્ર પરઠવાની યોગ્ય વ્યવસ્થા કરવી જ જોઈએ. વ્યાખ્યાન હોલ થોડો નાનો હોય તો ચાલે, કારણકે એમાં તો માત્ર પર્યુષણ જેવા પર્વના દિવસોમાં જ ભીડ હોય છે. સાધુ-સાધ્વીજીને તો દરરોજ દિવસમાં આઠથી દસ વખત માત્રુ પરાઠવા માટે સગવડની જરૂર પડતી હોય છે. તેથી માત્રુ પરઠવાની યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે.
પૂ. ગુરુભગવંતોના સંયમધર્મને અડચણરૂપ ન થાય તે રીતે શ્રાવકોએ પૂર્ણપણે વેયાવચ્ચ કરવી જોઈએ.
(૧૧) ઉપાશ્રયનું ભોંયતળિયું: પૂ. ભગવંતોને શરદી, સાંધાના દુઃખાવા તથા અનિદ્રાનું કારણ :
શ્રી સંઘ-શ્રાવક દ્વારા પૂ. ભગવંતોની ધાવચ્ચ ભક્તિનું મુખ્ય ધ્યેય તેમનું આરોગ્ય-તંદુરસ્તી સચવાય તે જ હોય છે, પરંતુ તેઓને માંદગી જ ન આવે તે દિશામાં વિચાર કરવામાં જ નથી આવતો. માંદગી આવવાનાં અનેક કારણોમાંનું એક કારણ ઉપાશ્રયમાં ભોંયતળિયામાં મારબલ-ટાઈલ્સનો ઉપયોગ થયેલ હોય છે તે છે, જેના પર દરરોજ સૂવાથી શરદી, સાંધાના દુઃખાવા, અપૂરતી ઊંઘ જેવી તેમને તકલીફ થાય છે. ભોંયતળિયાની ઠંડીના કારણે રોગ થવાથી હિંસક દવાનો આશરો લેવો પડે છે.
પૂ. ભગવંતોની આ તકલીફ દૂર કરવા માટે ઉપાશ્રયના ભોંયતળિયા પર ગાયનાં છાણનાં લીંપણ કરવાથી ઉપરોક્ત તમામ શારીરિક તકલીફોથી રાહત મળે છે. વર્તમાનમાં આધુનિકતાના રંગે રંગાયેલા શ્રાવકો માટે આ વાત ગળે ઉતારવી મુશ્કેલ છે, તેથી છેવટે શિયાળાના બે-ત્રણ મહિના માટે પણ ઉપાશ્રયોના તળિયામાં ગાયના છાણનું લીંપણ કરવું જોઈએ, જેના ફાયદા અદ્ભુત છે. તે તો અનુભવ છે જ સમજાય.
• ૨૪૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org