Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 246
________________ ©©©©©©© જયંત કોઠારીનું ( અમદાવાદસ્થિત કાંતિભાઈના ગુણરત્નાકર જૈન હસ્તપ્રત-સંપાદન - છંદ’ અને ‘ઉપદેશમાલા બાલાવબોધ’ ગ્રંથો પુરસ્કૃત સંશોધનનું કાર્ય થયા છે. મધ્યકાલીન ગુજ. સાહિત્ય અને છે ડૉ. કાંતિભાઈ બી. શાહ | હસ્તપ્રતોનાં સંશોધન સંપાદનમાં તેઓશ્રીનું જયંત કોઠારીની બહુમુખી વિદ્વત્રતિભા ઘણું જ યોગદાન છે. વિવેચન, સંપાદન, સંશોધન, સાહિત્યવિચાર, ભાષાવિચાર, કોપ્રવૃત્તિ – એમ અનેક ક્ષેત્રોમાં વિહરી છે. જયંતભાઈ સાહિત્યક તથ્યોની માવજતના માણસ. સર્જાયેલા શબ્દને જ પ્રમાણ સ્વીકારીને ચાલનારા. કેવળ અતાર્કિક તુક્કાઓ – માન્યતાઓથી પોતાના લક્ષ્યને માપવાનું એમને ફાવતું નથી. એમની કોઈ પણ વિષયની રજૂઆત અત્યંત અસંદિગ્ધ, વિશ, પાંડિત્યના આડંબર વિનાની રહી છે. આમ વિવેચન -સંપાદન – સંશોધન ક્ષેત્રે જયંતભાઈએ પોતાની એક આગવી મુદ્રા ઉપસાવી છે. એમનાં સંપાદનની-સંશોધનની અવિરત ચાલેલી પ્રવૃત્તિમાં મધ્યકાલીન ગુજરાતી કૃતિસંપાદનો, ગુજરાતી સાહિત્યકોશ (મધ્યકાળ), 'જૈન ગુર્જર કવિઓ'નું નવસંસ્કરણ, મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ, મધ્યકાલીન કર્તાઓનાં જીવન-કવન વિશે સંશોધનાત્મક અભિગમ ધરાવતાં લખાણો, અન્ય લેખકોસંપાદકોના ગ્રંથોની સંશુદ્ધિદર્શક સમીક્ષાઓ, એમણે સમજાવેલી હસ્તપ્રતસંપાદનની ભૂમિકાઓ તેમ જ મુદ્રિત હસ્તપ્રત સૂચિઓ વિશેની સમીક્ષાઓનો સમાવેશ થાય, પરંતુ અહીં તો મુખ્યત્વે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સીમામાં રહીને, જયંતભાઈના જૈન હસ્તપ્રત-સંપાદન-સંશોધન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાનની વાત કરવાનું પ્રસ્તુત છે. (૧) આરામશોભા રાસમાળા : કોઈ એક જ કૃતિની એક હસ્તપ્રત કે એકાધિક હસ્તપ્રતોને આધારે તો આપણે ત્યાં હસ્તપ્રત-સંપાદનો થતાં રહ્યાં છે, પણ કોઈ એક જ વિષય પર જુદાજુદા કવિઓએ રચેલી કૃતિઓની હસ્તપ્રતો મેળવીને અને એમાંય એ - ૨૪૫ ૧૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284