Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text ________________
©© જ્ઞાનધારા ૭૦ અને વર્ધમાન દેશના' નામક કૃતિઓ અંતર્ગત આ કથા મળે છે. જોકે, સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોમાં આરામશોભાનું કથાનક દષ્ટાંતકથા તરીકે આવે છે,
જ્યારે ગુજરાતી કવિતાઓની આ છ કૃતિઓ આરામશોભાના કથાનકને નિરૂપતી સ્વતંત્ર રચનાઓ છે.
જયંતભાઈએ ગ્રંથની વિસ્તૃત ભૂમિકામાં, સંસ્કૃત-પ્રાકૃત નવ કૃતિઓમાં મળતી આરામશોભાની કથાના કથાઘટકો નોંધ્યા છે. એમાં સૌથી જૂની, ૧૧મી સદીની દિવ્યચંદ્રસૂરિની વૃત્તિમાં મળતી ગદ્ય-પદ્ય મિશ્રિત આરામશોભાની કથાને પાયારૂપ ગણીને એનો સંપૂર્ણ અનુવાદ આપવા સાથે એના કથાઘટકોનો વિસ્તૃત પરિચય આપ્યો છે. અપરમાની દુશ્મની છતાં સુખ પ્રાપ્ત કરતી કન્યા આરામશોભા, એને મદદગાર થતા નાગદેવતા, સાવકી માએ મોકલેલા ઝેરમિશ્રિત લાડુને અમૃતમય બનાવવા, કન્યાને માથે ઉદ્યાન છવાયેલો રહેવો, રાજાનું આકર્ષણ અને આરામશોભાને રાણીપદ, ઓરમાન પુત્રી આરામશોભાને સ્થાને પોતાની પુત્રીને રાણી તરીકે બેસાડવી વગેરે આ કથાના મહત્ત્વના કથાઘટકો છે. વૃત્તિકારે એમની વૃત્તિમાં આ કથાનકને તીર્થંકરભક્તિના ઉદાહરણરૂપે આપ્યું છે. પૂર્વભવમાં કરેલી જિનભક્તિના પરિણામરૂપે આ ભવમાં આરામશોભાના મસ્તકે ઉદ્યાન છવાયેલો રહે છે.
સંસ્કૃત-પ્રાકૃત કૃતિઓમાંનાં કથાનકોનો તુલનાત્મક પરિચય આપવા સાથે, સંપાદકે છ જૂની ગુજરાતીની કૃતિઓનાં કથાનકોનો રચનાસમયાનુક્રમે પરિચય આપ્યો છે. - રાજકીર્તિ કે કીર્તિ રચિત “આરામશોભા રાસ’ એ છયે રચનાઓમાં સૌથી જૂની રચના છે (ઈ. ૧૪૭૯). આ કૃતિ અદ્યાપિ પર્યત અપ્રકાશિત હતી, જે અહીં સંપાદિત થઈને પ્રથમ વાર પ્રકાશિત થઈ છે. ૧૮૦ કડીની દુહા-ચોપાઈના પદ્ય બંધવાળી આ રચના છે. સંપાદકે આ કૃતિની બે હસ્તપ્રતોનો ઉપયોગ કર્યો છે. ૧. મુનિ હંસવિજયજી શાસ્ત્રસંગ્રહ, શ્રી જૈન જ્ઞાનમંદિર, વડોદરાની પ્રત (ક). ૨. ભોગીલાલ સાંડેસરાને મળેલી પ્રત (ખ). કે પ્રતમાં કવિનું નામ રાજકીર્તિ મળે છે, જ્યારે ખપ્રતમાં કવિનામ કીર્તિ મળે છે, પણ ગુરુપરંપરા જોતાં બન્ને નામ એક જ કર્તાનાં જણાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284