Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
C જ્ઞાનધારા
·
વડે રચિત નિર્યુક્તિ-ચૂર્ણી ભાષ્ય અને ટીકા. આ પાંચ અંગોને શ્વેતાંબર મૂર્તિપૂજક આગમ પ્રમાણરૂપે માને છે.
જુદા
આગમ ગ્રંથોના પદાર્થો-ગૂઢ અર્થો સમજવા સરળ બન્યા છે. ખાસ તો જુદા જ્ઞાનીભગવંતો દ્વારા ટીકાની રચના સંસ્કૃતમાં થયેલી છે જેના લીધે આગમનો સ્વાધ્યાય-અભ્યાસ સરળ બન્યો છે.
વિશ્વમાં બધાં જ દર્શનમાં રહેલ સિદ્ધાંતો-માન્યતા અને નિયમોની છણાવટ
જ
જે તે ધર્મગ્રંથોમાં કરવામાં આવેલ છે. તેના કરતાં વિપુલ પ્રમાણમાં જૈન ધર્મમાં ગૂઢ અને વિસ્તૃત છણાવટ આગમ પ્રકરણ વગેરે જૈન શ્રુતમાં કરેલ છે. પ્રભુએ ૩૦ વર્ષ સુધી વહાવેલી શ્રુતગંગામાં વિશ્વમાં રહેલ તમામ પદાર્થો અને વિષયોની વિસ્તૃત સમજૂતી અને સંપૂર્ણપણે વૈજ્ઞાનિક રીતે સાબિત કરી શકાય તેવી રીતે દ્વાદશાંગીમાં બધું જ હતું. જૈન આગમ અને શ્રુત સાહિત્ય એક અણમોલ અને મહાન ઉપલબ્ધિ સાહિત્યના ક્ષેત્રમાં છે, જેનો અક્ષરદેહ કાળક્રમે ઘણુંબધું નષ્ટ થવા છતાં પણ આજે પણ એટલો બધો વિશાળ અને વિરાટ છે કે સામાન્ય વ્યક્તિને માટે તેનો સર્વાંગી અભ્યાસ કરવો શક્ય નથી. પ્રભુકૃપા અને વિશિષ્ટ ગુરુકૃપાને બળે, નિર્મળ ક્ષયોપશમના આધારે જ્ઞાની ગુરુભગવંતો અને વિદ્વાનો જ આનું ગહન અધ્યયન કરવા શક્તિમાન છે. આગમની મહત્તા સમજીને જર્મની અને બીજા વિદેશી વિદ્વાનોએ આ ગ્રંથોનો અભ્યાસ કરવા માટે પ્રાકૃત અને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરીને આગમ ગ્રંથોના અનુવાદ અંગ્રેજી અને બીજી વિદેશી ભાષામાં પણ કરેલ છે. જૈન દર્શન સિદ્ધાંતો અને આચાર સમગ્ર વિશ્વમાં શાંતિ અને પર્યાવરણની જાળવણી માટે ખૂબ જ મહત્ત્વના છે. તેનો પ્રચાર અને પ્રસાર વિશ્વભરમાં રહેલ યુનિવર્સિટી અને વિદ્વાનોમાં થયેલ છે. વિશ્વની દરેક મુખ્ય યુનિવર્સિટીમાં સંસ્કૃત અને પ્રાકૃતનો વિભાગ હોય છે ત્યાં જૈન દર્શનનો પણ અભ્યાસ કાયમી ધોરણે કરાવવામાં આવે છે. ભગવાન મહાવીરના અહિંસા, અનેકાંત અને અપરિગ્રહ સિદ્ધાંતોના હજુ પણ વધારે પ્રચાર-પ્રસારની આવશ્યક્તા છે. અહિંસા અને સવી જીવકટુશાસન રસી–વિશ્વમૈત્રીની આ સમગ્ર વાત વિશ્વમાં ઘર ઘર સુધી પહોંચે તો પ્રાણીમાત્રને અભયદાન મળે અને જીવન સુખ-શાંતિમય બને. સાચા અર્થમાં વિશ્વમૈત્રી અને વિશ્વશાંતિ થાય.
Jain Education International
૨૨૨
For Personal & Private Use Only
www.jainelibrary.org