Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જ્ઞાનધારા 02790 ઉપાશ્રયમાં આવું કોઈ આયોજન ખરું?
ગત વર્ષે અંધેરી ગુજરાતી જૈન સંઘ તેમ જ આ વર્ષે ઘાટકોપર જૈન સંઘ મુંબઈ તેમ જ વર્ધમાન તપ પદ પ્રવજ્યા મહોત્સવ સમિતિ-અમદાવાદ દ્વારા પણ જૈન પુસ્તકમેળાનું આયોજન કરવામાં આવેલ, જેમાં બધા જ જૈન પ્રકાશકોને પોતાનાં પુસ્તકો પ્રદર્શિત અને વેચાણ માટેની સગવડો કરી આપી હતી. શ્રી જૈન સંઘે પોતાના ખર્ચે જૈન પ્રકાશન સંસ્થાઓને એક જ સ્થળે ભેગા કરીને વિચારવિનિમય તથા સહકારની ભાવના વિકસાવી હતી. ' પુસ્તકમેળામાં જ્યારે પણ પ્રકાશક સંસ્થા સ્ટોલ રાખે છે ત્યારે એવી અપેક્ષા હોય છે કે આપણાં પુસ્તકનું વધારેમાં વધારે વેચાણ થાય તેથી સામાન્ય વ્યક્તિને ધ્યાનમાં રાખીને ગુજરાતીનાં કથા-વાર્તા-પ્રવચનનાં પુસ્તકો જ બધા રાખતા હોય છે અને તેનું વેચાણ પણ થતું હોય છે, પરંતુ દરેક પુસ્તકપ્રદર્શનમાં પાંચ ટકા વિદ્વાન, સ્કૉલર વર્ગ પણ મુલાકાતે આવતા હોય છે જેઓ ગુજરાત વિદ્યાપીઠ, યુનિવર્સિટી કે અન્ય સંસ્થાઓમાં જૈન દર્શન, સંસ્કૃત-પ્રાકૃત ભાષાનો અભ્યાસ કરતા હોય છે. ઘણા તો આર્ટ, કળા, સાહિત્યના અભ્યાસુ વિદ્યાર્થીઓ-પ્રોફેસરો પણ હોય છે, જેઓને વિશિષ્ટ કક્ષાના આપણા સિદ્ધાંત ચરિત્ર ગ્રંથો તેમ જ જૈન સિદ્ધાંતના ગ્રંથો મ જ જૈનન્યાય, વ્યાકરણ, જ્યોતિષ શિલ્પસ્થાપત્ય, કળા વગેરેના પુસ્તકોની પણ ખૂબ જ જરૂર હોય છે, પરંતુ તેઓને તે પુસ્તકો સહેલાઈથી મળતાં નથી. પુસ્તકમેળામાં ચાર-પાંચ સંસ્થાઓ ભેગી મળીને પણ આવો ફક્ત જૈન દર્શનના વિશિષ્ટ ગ્રંથોનો પરિચય કરવે તેવો એક સ્ટોલ અચૂક હોવો જોઈએ જેથી જરૂરિયાતવાળી વ્યક્તિ ત્યાંથી પુસ્તક ખરીદી શકે અથવા તો ઓર્ડર આપી શકે જેના લીધે જૈન ધર્મની ગરિમા-ગૌરવનો બધાનો ખ્યાલ આવશે.
આપણા શ્રી સંઘોમાં દિવાળી વગેરે પ્રસંગે જૂનાં પુસ્તકો ઉઘરાવવામાં આવે છે. ત્યારે જે તે સંસ્થાઓના સભ્યો પાસેથી ઘણાંબધાં વ્યાખ્યાન-વાર્તા કે ઉપદેશાત્મક સાહિત્યનાં ઘણાં પુસ્તકો પરત આવતાં હોય છે. આવા ઉત્તમ ઉપદેશાત્મક વાર્તા આદિનાં પુસ્તકો પુસ્તકમેળામાં અથવા તો જાહેર સ્થળોએ ફક્ત ટોકન કિંમતે એટલે કે ૫,૧૦ રૂપિયામાં પ્રસાદી કે પ્રભાવના તરીકે આપીને જે તે વિષયના પુસ્તકપ્રેમીઓ તેમની રુચિ પ્રમાણે પુસ્તક મેળવી શકે. આવાં પુસ્તકોના
૨૩૨ ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org