Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
>C જ્ઞાનધારા
સુંદર પ્રચાર-પ્રસાર થયો છે. વિદેશી વિદ્વાનો પણ જૈનતત્ત્વ સિદ્ધાંતોની માહિતી મળવાથી તેઓ તેનાથી પ્રભાવિત થયા છે અને જૈન દર્શનના વિશિષ્ટ અભ્યાસ માટે પણ જોડાયા છે. આ રીતે ભગવાન મહાવીરનો સંદેશો વિશ્વભરમાં પહોંચ્યો છે અને અહિંસા અને અનેકાંતવાદ અને અપરિગ્રહના સિદ્ધાંત એ જૈનોની આગવી ઓળખરૂપ બનેલ છે, જે બીજાં બધાં જ દર્શનથી જૈન ધર્મને આગવું સ્થાન ગૌરવ અપાવે છે.
જુદા જુદા ઈન્સ્ટિટયૂટ અને ગુરુભગવંતોની પ્રેરણાથી પ્રકાશિત થતા સાહિત્ય તેમ જ તેમની લાઇબ્રેરીમાં રહેલ ગ્રંથોનો પ્રચાર-પ્રસાર કરવા માટે હજુ પણ વધારે પ્રયત્નો કરવાની જરૂર છે. અત્યારે પણ બીજા ધર્મની સંસ્થાઓ, કૉલેજ કે યુનિવર્સિટીની લાઈબ્રેરીમાં જૈન ગ્રંથો કે ઉપદેશાત્મક સાહિત્યનું પ્રમાણ ખૂબ જ અલ્પ માત્રામાં છે. તેઓને આપણું સાહિત્ય પહોંચાડવા માટે પણ વિશિષ્ટ પ્રયત્ન કરવા જરૂરી છે, જેથી જૈન ધર્મમાં રહેલ અમૂલ્ય શ્રુતવારસાનો ખ્યાલ આવે અને જૈન ધર્મ પ્રત્યેના બહુમાનભાવમાં વધારો થાય. જેના લીધે પ્રભુ મહાવીરની સવિ જીવ કરું શાસન રસીની ભાવના પણ પૂર્ણ થાય. જે પણ સાહિત્ય નૂતન પ્રગટ થાય તેની માહિતી કે સૂચિપત્ર ભારત અને વિશ્વભરમાં આવેલી બધી જ યુનિવર્સિટી-વિદ્યાપીઠ અને જૈનેતર સંસ્થાઓની લાઈબ્રેરીમાં પોસ્ટ કે ઈ-મેઈલ દ્વારા મોકલવી જોઈએ.
ગુજરાત સરકાર તરફ્થી દર વર્ષે ભવ્ય પુસ્તકમેળાનું આયોજન કરાય છે, જેમાં ૩૫૦થી ૪૦૦ જેવા બુક સ્ટૉલ હોય છે. ભારતભરના નામાંકિત પ્રકાશકો પોતાના સ્ટૉલ રાખી પુસ્તકો પ્રદર્શિત કરે છે, વેચાણ પણ કરે છે. તેમાં વાસ્તવિક્તા એવી હોય છે કે જેટલા રૂપિયા સ્ટૉલ ભાડે રાખવામાં કે વહીવટી ખર્ચના થતા હશે તેટલા રૂપિયાનું વેચાણ પણ કદાચ નહીં થતુ હોય ! છતાં લોકોમાં પોતાનાં પ્રકાશિત પુસ્તકોનાં સૂચિપત્રો વહેંચીને લોકો પછીથી પણ પુસ્તકો મગાવી શકે તે રીતે પ્રચાર કરીને પોતાના ધંધાને આગળ વધારવાનો પ્રયત્ન કરે છે. જાણવા જેવી હકીકત એ છે કે માત્ર પબ્લિશરો નહીં, વૈદિક, મુસ્લિમ કે ખ્રિસ્તી જેવા દરેક ધર્મની પાંચસાત સંસ્થાઓ પોતાના સ્ટૉલ રાખે છે અને મેળા દરમિયાન મુલાકાત લેનાર પાંચ લાખથી વધુ લોકોને એકસાથે પોતાના સાહિત્યનો પરિચય આપે છે. જેમને ગીતા,
૨૩૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org