Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text ________________
© C જ્ઞાનધારા Oઝ ૭૦ ઊંચાઈએ પહોંચીએ છીએ. જે પરિવારમાં સાધુ-સાધ્વીજીની રૂડી યાવચ્ચ કરવાના સંસ્કાર હશે, એ પરિવારનાં બાળકો ખૂબ સંસ્કારી અને વિનયી હશે.
જેઓ પોતાના જીવનમાં અજાણતાંય કોઈ રાગ-દ્વેષ ન પ્રવેશી જાય એ બાબતે આટલી હદે જાગરૂક રહેતા હોય એમની વેયાવચ્ચ કરવામાં આપણે કરકસર કેમ કરવી સાધુનાં દર્શનમં પુણ્ય એટલે કે સાધુમહારાજનાં દર્શન માત્રથીય પુણ્ય થતું હોય છે. જો એમનું માત્ર દર્શન પણ પુણ્ય કરાવનારું હોય, તો એમની વેયાવચ્ચ તો પુણ્યકારક હોય જ - ધર્મગુરુની સેવા કરવાથી કૃતાર્થ થવાય. કદીય ગુરુના દોષ ન જેવા જોઈએ, માત્ર એમના ગુણ તરફ જ દષ્ટિ રાખવી જોઈએ. - વેયાવચ્ચ એવો ધર્મ છે કે આપણને તત્કાલ પ્રસન્નતા અને ધન્યતાનું પરિણામ આપે છે.
શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં વેયાવચ્ચે ગુણને અપ્રતિપાત ગુણ કહ્યો છે. અર્થાત્ ભવસાગરની કોઈ પણ જાતની પૃહા વિના જન્મથી રહિત બનવાની ભાવનાથી આરાધના કરાતો વેયાવચ્ચ ગુણ સુખશાંતિ અને સમાધિ પ્રાપ્ત કરાવી આપે છે.
વિશ્વના તમામ ધર્મોએ ઓછેવત્તે અંશે સેવાની વાત કરી છે, પરંતુ જૈન ધર્મની વિશેષતા એ છે કે, એણે તપ અને ત્યાગના પ્રતીક સમા સાધુ-સાધ્વીજી મહારાજની વેયાવચ્ચથી માંડીને છેક નાનામાં નાના કીડી જેવા જીવ-જંતુની સેવાની વાત કરી છે. જગતમાં આવી વિરાટ કરુણા એકલા જિન શાસનમાં જ જોવા મળશે.
ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ ઉત્તરાધ્યયન સૂત્રમાં સાંપડે છે. એમાં કહ્યું છે : પૂ. “યાવચ્ચયણ ભંતે જીવે કિ જણયઈ ઉ. વેયાવચ્ચોં તિત્યચરનામ ગોd કમ્મ નિંબધઈ” પ્રથમ ગણધર ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પૂછ્યું, હે ભગવાના વૈયાવૃત્યથી આત્મા શો લાભ પ્રાપ્ત કરે છે?” ત્યારે ઉત્તરમાં ભગવાન મહાવીરે કહ્યું, વૈયાવૃત્યથી આત્મા તીર્થંકરપદને પ્રાપ્ત કરે છે. - નિસ્પૃહતા અને નિષ્કામ ભાવનાથી કરાયેલા સાધુ-સાધ્વીજી મહારાજના વૈયાવૃત્યથી તથા માનવચિત્તમાં આનંદ, ઉલ્લાસ અને શાંતિ વધારનારી પ્રવૃત્તિ
- ૨૩૬ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284