Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ
♦ સંજય ભરતભાઈ કોઠારી
દરેક ધર્મમાં સાધુ-સંતોની સેવા કરવાનો વિશેષ મહિમા છે. સાધુ પોતાના પવિત્ર ચારિત્ર્ય દ્વારા અને પારદર્શક ઉપદેશ દ્વારા સંસારીજનોને ધર્મના માર્ગે ચાલવાનું દિશાદર્શન કરાવતા હોય છે. તેમના એ ઉપકારનો બદલો આપણે ફક્ત એમની સેવા કરીને તથા એમને પ્રસન્ન કરીને જ વાળી શકીએ.
અમદાવાદસ્થિત શ્રી સંજયભાઈ વર્ષોથી પૂ. ગુરુભગવંતો અને પૂ. સાધ્વીજીઓની વેયાવચ્ચનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. આયુર્વેદ પદ્ધતિથી સદ્ભાવનાપૂર્વક સેવા કરતા
શ્રી નવકાર સારવાર કેન્દ્રના મૅનેજિંગ ટ્રસ્ટી છે.
તેમાંય જૈન સાધુ-સાધ્વીજી મહારાજના કષ્ટમય સંયમનો વિચાર કરીએ છીએ ત્યારે સહજ રીતે જ અહોભાવ છલકાઈ આવે છે. અન્ય ધર્મના સાધુઓ કરતાં જૈન ધર્મનાં સાધુ-સાધ્વીજીની આચારસંહિતા વિશેષ કઠિન અને વિશેષ ઉગ્ર હોય છે.
એક વ્યક્તિ સંયમપૂર્ણ જીવન જીવવા પ્રતિજ્ઞાબદ્ધ થાય છે ત્યારે ખરેખર એ સમગ્ર સંસારના જીવો પર પરોક્ષ ઉપકાર જ કરે છે. એટલે જે જેણે અંગત સુખો છોડીને જગતના જીવમાત્રનું કલ્યાણ ઝંખ્યું હોય એવાં સાધુ-સાધ્વીજીની સંગત પણ કરવી જોઈએ અને એમની યશાશક્તિ સેવા પણ કરવી જોઈએ.
આવાં નિસ્પૃહી સાધુ-સાધ્વીની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવી, એમનાં સંયમજીવનને પોષક વાતાવરણ પૂરું પાડવું, એમના આરોગ્યની માવજત કરવી, એમને અભ્યાસ અને જ્ઞાનાર્જન માટે સુવિધા આપવી, બીમારી કે અકસ્માત જેવી પરિસ્થિતિમાં તેમની સાર-સંભાળ લેવી, એમની વૃદ્ધાવસ્થામાં એમની સંયમસાધના અવિરત અને અખંડ રહે એવી વ્યવસ્થા કરવી એ વેયાવચ્ચ છે.
વેયાવચ્ચ શ્રાવકનું ગૌરવશિખર છે.
વેયાવચ્ચ કરવા માટેનાં કેટલાંક જૈન શાસ્ત્રીય નીતિ-નિયમો અને ધોરણો છે. તેમને શાસ્ત્રાજ્ઞા મુજબ આહાર-પાણીની સુવિધા મળે, વસ્ત્રો-કામળી જેવાં ઉપકરણો મળે, ચાલી ન શકે એવાં સાધુ-સાધ્વીજીને વિહાર બાબતે યોગ્ય
Jain Education International
૨૩૪
For Personal & Private Use Only
www.jainelibrary.org