Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
C જ્ઞાનધારા
સપાટી પર જમા થાય છે જે વાસણના રંગ જેવી સફેદ પોપડી હોવાથી જલદી નજરે ચડતી નથી.
ઍલ્યુમિનિયમના વાસણમાં ૩૦-૩૫ મિનિટ શુદ્ધ પાણી ગરમ કરવાથી અને ઠંડું થયા પછી ગાળીને પારદર્શક સ્વચ્છ કાચની બૉટલમાં ભરી સૂક્ષ્મ નજરે ધ્યાનથી નિરીક્ષણ કરીએ તો એ ઉકાળેલા પાણીમાં સફેદ પાઉડર હોય તેવો આભાસ થશે. એવું એટલા માટે દેખાય છે કે આ વાસણમાં પાણી ઉકાળવાથી ઍલ્યુમિનિયમના કેટલાક અંશ ઓગળીને તેમાં ભળી ગયેલા છે.
ઍલ્યુમિનિયમ મસ્તિષ્ક-મગજની હૃદયની કોશિકાઓને પણ નષ્ટ કરી શકે છે, એ જ કારણે હૃદયની માંસપેશીઓ પર જામેલ ઍલ્યુમિનિયમ હૃદયરોગ જેવા ભયંકર રોગોને જન્મ આપે છે. અલ્ઝાઈમર અને ડાયાલાઈસીસ ડિમેન્શિયા જેવા ખતરનાક અને લગભગ ઈલાજ ન થઈ શકે તેવા સ્નાયુના રોગો તથા રીનલ આસ્ટેડિસ્ટા જેવા અસ્થિરોગોનો ભય પણ રહે છે. તદુપરાંત રોગી પોતાની યાદદાસ્ત અને વિચારવાની ક્ષમતા બિલકુલ ગુમાવી દે છે. તે શારીરિક અને માનસિકરૂપે અપંગ થઈ જાય છે.
કોઈ પણ સંજોગોમાં આ ઍલ્યુમિનિયમ વાસણો પાણી ઉકાળવામાં કે ઠારવાના ઉપયોગોમાં ન જ લેવામાં આવે અને તેની જગ્યાએ તાંબાનાં વાસણોનો જ ઉપયોગ થાય તે યોગ્ય છે. જેથી શ્રી ચતુર્વિધ સંઘની ભક્તિ ઉત્તમ દ્રવ્યથી કરવાનો લાભ મળે.
જ
પૂ. ભગવંતોને શારીરિક તકલીફ થાય પછી વેયાવચ્ચ કરવી તેના બદલે તેઓને શારીરિક તકલીફો ન જ આવે તેવા પ્રયત્ન કરવા જરૂરી છે.
(૫) આંખોના નંબર તપાસવા-ચશ્માંની સગવડ કરવી વગેરે : આપણને જેમ કેટલીક અનિવાર્ય ચીજોની આવશ્યક્તા રહે છે તેમ સાધુસાધ્વીજીને પણ હોય છે. આંખોની તકલીફ હોય ત્યારે ચશ્માં જોઈએ. આ ઉપરાંત લેખન માટે પેન-કાગળ જોઈએ. ટૂંકમાં તેમની અધ્યાત્મસાધના માટે આરોગ્યલક્ષી સગવડો અને જ્ઞાનોપાસનામાં ઉપયોગી પ્રાથમિક ઉપકરણો ઉપલબ્ધ કરાવી આપવાં એ વેયાવચ્ચ છે.
ચાતુર્માસ દરમિયાન
Jain Education International
પૂ.
ભગવંતો એક જ સ્થળ પર સ્થિરતા ધરાવતા હોઈ
૨૪૧
For Personal & Private Use Only
www.jainelibrary.org