Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
OCC જ્ઞાનધાર ૭૦
(૩) પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોના વિહાર માટે ઉચિત વ્યવસ્થા તથા સૂચનો :
પરમપિતા પરમાત્માની આજ્ઞાને જીવનમાં આચરવા સાથે અનેકોના જીવનમાં પરમાત્માની આજ્ઞાનું આધ્યાયન કરાવતા આપણા પૂજનીય ગુરુભગવંતોના જીવનની રક્ષા કરવી તે આપણા સૌનું કર્તવ્ય છે. વિહારોમાં અકસ્માતો દ્વારા આપણે હીરલાસમ આપણા મહાત્માઓને ગુમાવી ને બેસીએ તે માટે સંઘના મોવડીઓએ ખાસ ધ્યાન આપવાની જરૂરત છે.
મહાત્માઓને અનિવાર્ય કારણ સિવાય બિનજરૂરી દોડાદોડ-લાંબા વિહારો કરવાનો આગ્રહ ના કરીએ.
• પૂજા-પૂજન-સાલગીરી-મહોત્સવમાં ફક્ત નિશ્રાપ્રદાન માટે વિહાર ન કરાવીએ.
• પ્રતિષ્ઠા-દીક્ષા-અંજનશલાકા-પદપ્રદાન વગેરે વિશિષ્ટ પ્રસંગોમાં પણ મુખ્ય નિશ્રાદાતાથી સંતોષ માનીએ, પણ શોભાની અભિવૃદ્ધિ માટે સ્વજન, ગામના મહારાજ વગેરેને લાંબા વિહારો કરીને પધારવાનો અહિતકર આગ્રહ ન કરીએ. સમગ્ર સમુદાય કે વધારે મહાત્માઓને લાવવાનો આગ્રહ છોડી દઈએ.
• પ્રસંગે નજીકમાં વિચરતા મહાત્માઓની નિશ્રા મળી શકે તેમ હોય તો તેમનાથી ચલાવી લઈએ.
• જે પ્રસંગો મહાત્માની નિશ્રા વિના પણ થઈ શકે છે, તે પ્રસંગમાં સહજ રીતે નજીકના મહાત્માની નિશ્રા મળે તો સારી વાત છે, પણ તેના માટે લાંબા વિહારો કરીને નિશ્રા આપવા પધારવા દબાણ ન કરીએ.
• હાઈવે રોડ પર વધારે અકસ્માતો થાય છે, માટે અંદરના રસ્તાઓના વિહારો જરૂરી છે, પણ જ્યાં જૈનોનાં ઘરો ઓછાં છે અથવા ક્યાંક છે જ નહિ તેથી અનેક મુશ્કેલી નિર્માણ થાય છે.
• વિહાર ગ્રુપ બનાવવાં. એક ગામથી બીજે ગામ વિહારમાં મહાત્માઓને લેવા-મૂકવા જવું. ચોમાસા પ્રસંગો માટે પણ એક સ્થાનથી અન્ય સ્થાન સુધી સલામત વિહારની વ્યવસ્થા કરવી તે આપણી ફરજ છે. • ગામમાં રહેલાં જૈન કુટુંબોને આર્થિક રીતે સદ્ધર કરવાં. એમની ઊંચી
- ૨૩૯ ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org