Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૭૯ જ્ઞાનધારા 0260 દૂર રાખવા જોઈએ. - જૈન સાધુભગવંતોને આ આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ વધારે લાભકારક તેમ જ ત્વરિત પરિણામ આપનારી છે તે આ લઘુ લેખથી પ્રતિપાદિત થાય છે. - પ્રાચીન આયુર્વેદમાં રોગોની ચિકિત્સા માટેના અનેક વિશિષ્ટ દષ્ટિકોણ દર્શાવેલ છે. તેને ધ્યાનમાં રાખી જો ચિકિત્સા કરવામાં આવે તો તેનાથી ઈચ્છિત તેમ જ ઘણું જ ઝડપી પરિણામ મેળવી શકાય છે. - તમામ રોગોમાં આ સામ-નિરામ પરીક્ષા કરી ચિકિત્સા પ્રયોજી શકાય છે.
આપણે ત્યાં આયુર્વેદિક સારવાર લેવા આવતા દર્દીઓ મોટે ભાગે સામ અવસ્થામાં હોય તેથી તેમને નિરામ અવસ્થામાં લાવ્યા સિવાય સારવાર આપવામાં આવે તો ઈચ્છિત પરિણામ મળતું નથી, માટે પ્રથમ તેને નિરામ કરવા જરૂરી છે.
દર્દી નિરામ થયા પછી રોગનાં લક્ષણો પ્રમાણે યોગ્ય ઔષધ પ્રયોજન કરવાથી રોગ ત્વરિત દૂર થઈ શકે છે.
જૈન ધર્મના સિદ્ધાંતો પ્રમાણે પૂભગવંતો ઉપવાસ, આયંબિલ, ઉકાળેલું પાણી, દરરોજ સામાન્ય રીતે દસ કિલોમીટરનો વિહાર કરતા હોઈ તેમની અવસ્થા સામાન્ય રીતે નિરામ હોય છે. ચૌવિહાર (સૂર્યાસ્ત પહેલાં ભોજન) વગેરે નિયમો પણ નિરામ અવસ્થા લાવવામાં ઉપયોગી છે.
તેથી જ તેમને માટે શાસ્ત્રોક્ત આયુર્વેદિક પદ્ધતિની સારવાર ત્વરિત ફાયદાકારક તેમ જ સંતોષ આપે તેવી બને છે.
(૨) જરૂરી ઉપકરણો વહોરાવવા :
ઉપકરણોની માર્ગસ્થ વ્યવસ્થા શુદ્ધિ વિશે કાળજી કરીને આવા ઉપકરણોના ઉજમણા કરાવીને પૂજ્યોને આ બધાં જ ઉપકરણો નિર્દોષ મળી રહે તેવી અનુકૂળતાઓ ગોઠવવી જોઈએ. દરેક ક્ષેત્રોમાં ચાતુર્માસ પૂર્વે આ ઉપકરણોની ઉપલબ્ધિ થાય તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જોઈએ.
શ્રાવકે આયુર્વેદિક ઔષધો ઉપરાંત પૂ ભગવંતોને અમુક રોજિંદી જરૂરિયાતનાં ઉપકરણો જેવા કે મચ્છરદાની, પેઈનક્રેશ ટયૂબ, કાપ કાઢવાનો સાબુ, લોચ માટેના ચંદન સાબુ, જાત્યાદિ મલમ, દેશી ઊની કામળી, આસન, ઓઘારિયા, સંથારિયા, બામ વગેરે વહોરાવવાનો લાભ લેતા રહેવું જોઈએ.
- ૨૩૮ ૧છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org