Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૭૯ જ્ઞાનધારા જO ૭૦ કરવાથી તીર્થંકરપદ પ્રાપ્ત થાય તેમ કહ્યું છે.
જયવંતા જિન શાસનમાં દાનના પાંચ પ્રકાર છે : (૧) અભયદાન (૨) સુપાત્રદાન (૩) ઉચિતદાન (૪) કીર્તિદાન અને (૫) અનુકંપાદાન. જે પૈકી પ્રથમનાં બે દાન મોક્ષ માટે થાય છે અને બાકીનાં ત્રણ દાન સ્વર્ગ યા સંસાર માટે થાય છે.
પંચમહાવ્રતધારી પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોની સેવા-સારવાર કરવામાં, સદ્ભાવના અને ભક્તિપૂર્વક આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, મકાન વગેરે માટે દાન આપવું તે બીજા પ્રકારનું સુપાત્ર દાન. આ સુપાત્રદાન તે વેયાવચ્ચ.
સુપાત્ર દાન દ્વારા આત્મા સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે. સુપાત્ર દાનથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે.
(૧) પૂ. ભગવંતોના સ્વસ્થ આરોગ્ય માટે આયુર્વેદિક ઔષધોથી ઉપચાર: - આયુર્વેદ અને જૈન ધર્મના ગ્રંથોમાં કેટલીક સામ્યતાઓ જોવા મળે છે. આયુર્વેદ વિજ્ઞાન માણસોએ માંદા કેમ ન પડવું એની પર પ્રાથમિક ભાર મૂકે છે. જૈન ધર્મમાં પણ માંદગી આવે જ નહીં એવા ધર્મના સિદ્ધાંતો ધાર્મિક આચાર સાથે વિશિષ્ટ રીતે વણી લેવામાં આવ્યા છે. દાખલા તરીકે ઉકાળેલું પાણી પીવું, આયંબિલ, એકાસણું, ઉપવાસ, વંદના, હળવું ભોજન જેમાં મગ, ખાખરા વિશેષ હોય છે. સંધ્યા ઢળે એ પહેલાં ભોજન કરવું. રાત્રિભોજન વર્જય જેવા આરોગ્યલક્ષી સિદ્ધાંતોને મહત્ત્વ આપે છે.
વર્ષાઋતુમાં જ્યારે જીવજંતુઓનો વધુમાં વધુ ઉપદ્રવ હોય, હવામાં વાયુનો દોષ હોય જેથી ખોરાક પચે નહિ ત્યારે મોટે ભાગે ઉપવાસ અને એકાસણી કરવાનું મહત્ત્વ સ્વીકાર્યું છે અને તેથી સાધુભગવંતોને અન્ય પદ્ધતિ કરતાં આયુર્વેદ પદ્ધતિ પ્રત્યે વિશેષ પ્રેમભાવ હોય છે. તેથી તેઓ શક્ય હોય ત્યાં સુધી આયુર્વેદની સારવાર પદ્ધતિને પ્રાથમિકતા આપે છે. કેટલીક આયુર્વેદ દવાઓ ગૌમૂત્ર દ્વારા શુદ્ધ થતી હોવાથી વૈકલ્પ અણહારી હોય છે તેથી તે લેવામાં તેમને વધુ અનુકૂળતા રહે છે.
તેથી જ પૂજ્ય ભગવંતોના સ્વસ્થ આરોગ્ય માટે અલ્પહિંસક તથા નિર્દોષ આયુર્વેદિક ઔષધિ દ્વારા જ ઉપચાર કરવો જોઈએ. મહાઆરંભ સમારંભ, તેમ જ મહાહિંસા દ્વારા બનાવવામાં આવેલ એલોપથીની દવાથી પૂ. ભગવંતને
- ૨૩૭ છે .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org